SURAT

આજે સુરત મનપના નવા કમિશનર શાલિની અગ્રવાલ ચાર્જ સંભાળશે

સુરત: સુરત મહાનગરપાલિકાના (SMC) કમિશનર પદેથી (Commissioner) બંછાનિધિ પાનીની (Banchanadihi Pani) બદલી વડોદરા મહાનગરપાલિકા  કમિશનર તરીકે થઇ છે. શુક્રવારે તેમની જગ્યાએ નવા કમિશનર તરીકે મુકાયેલા વડોદરા મહાનગર પાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ (Shalini Aggarwal) સુરત આવી ગયા હોય બંછાનીધિ પાનીએ શુક્રવારે સાંજે ચાર વાગ્યે ચાર્જ છોડી દીધો હતો. તેમજ નવા કમિશનર શનિવારે સુરત મહાનગર પાલિકા કમિશનર તરીકે ચાર્જ સંભાળશે.

સુરત મહાનગર પાલિકા કમિશનર તરીકે ચાર્જ સંભાળશે.
અત્રે ઉલ્લખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને નિયમ અનુસાર એક સપ્તાહ પહેલા સુરત મનપા કમિશનર  બંછાનિધિ પાનીના ત્રણ વર્ષ પૂર્ણ થતા હોવાથી વડોદરા મનપા કમિશનર શાલિની અગ્રવાલના સ્થાને અને શાલિની અગ્રવાલને સુરત મૂકી અરસપરસ બદલી  કરવામાં આવી હતી.  હવે શનિવારે રજાનો દિવસ છે પરંતુ કમિશનર ચાર્જ સંભાળવાના હોવાથી ઉચ્ચ અધિકારીઓને હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. દરમિયાન શુક્રવારે સુરત આવી પહોંચેલા શાલિની અગ્રવાલે સરકીટ હાઉસ ખાતે મનપાના અમુક ઉચ્ચ અધિકારીઓને બોલાવી વન ટુ વન મીટિંગ પણ કરી લઇ ઉપર છેલ્લી માહિતી મેળવી લીધી હતી.
સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીની બદલી અમદાવાદ
મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીની બદલી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા બાદ હવે તેમને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર બનાવવામાં આવ્યા છે. આ બાબતે સી.આર.પાટીલે આજના એક કાર્યક્રમમાં કહ્યું કે, તેમને કામનો ખૂબ સારો અનુભવ છે.અમદાવાદ કમિશનર તરીકે પણ સારું કામ કરી શકશે.

બંછાનિધિ પાનીની વિદાય
સુરત કમિશનર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી બંછાનિધિપાણીને રાખવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ બીજે દિવસે તેમને વડોદરા કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અનેક અટકળો પણ મ્યુનિસિપલ કમિશનરની બદલીને લઈને થઈ રહી હતી કે, સારી કામગીરી હોવા છતાં પણ ડી ગ્રેડ કરવામાં આવ્યા છે. પરંતુ, આજે સી.આર .પાટીલે તેમની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે બંછાનિધિ પાની ત્રણ વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારના સંઘર્ષમાં ઉતર્યા નથી. તેમણે ખૂબ જ સારી કામગીરી સુરતના વિકાસ માટે કરી છે.

શાલિની અગ્રવાલે સરકીટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી
દરમિયાન શુક્રવારે સુરત આવી પહોંચેલા શાલિની અગ્રવાલે સરકીટ હાઉસ ખાતે મનપાના અમુક ઉચ્ચ અધિકારીઓને બોલાવી વન ટુ વન મીટિંગ પણ કરી લઇ ઉપર છેલ્લી માહિતી મેળવી લીધી હતી.

Most Popular

To Top