કચ્છ: (Kutch) કચ્છના જખૌ (Jakhau) દરિયાકિનારેથી (Beach) ગુજરાત એટીએસ (Gujarat ATS) અને ભારતીય કોસ્ટગાર્ડે (Indian Coastguard) આજે વહેલી સવારે રૂપિયા 400 કરોડની કિંમતનું 77 કિલો ડ્રગ્સ (Drugs) ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સ પાકિસ્તાની (Pakistan) બોટમાં (Boat) આવી રહ્યું હતું. બાતમીના આધારે ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની દાણચોરોને (Smugglers) પકડી લેવામાં આવ્યા છે. અસ હુસૈની નામની બોટમાં પાકિસ્તાનીઓ ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠે લાવી રહ્યાં હતાં ત્યારે પકડી લેવામાં આવ્યા છે.
છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતના લાંબા દરિયા કાંઠે ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. ગુજરાત ડ્રગ્સના સ્મગલર્સ માટે સેફ હેવન સમાન બની ગયું હોય તેમ ગુજરાતના દરિયાનો ઉપયોગ ડ્રગ્સની હેરફેર માટે કરી રહ્યાં છે, ત્યારે ડ્રગ્સ માફિયાઓને ડામવા માટે ગુજરાત સરકાર દ્વારા અભિયાન ઉપાડવામાં આવ્યું છે. તે અંતર્ગત આજે વહેલી સવારે ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
એજન્સીઓને બાતમી મળી હતી કે કચ્છના જખૌ દરિયા કિનારે મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવી રહ્યું છે. આ બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને વહેલી સવારે પાકિસ્તાની બોટ અલ હુસૈનીની તપાસ કરવામાં આવી હતી. બાટમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. બોટમાં આવી રહેલાં 6 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરાઈ હતી. હાલ તમામ આરોપીઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ડ્રગ્સ ક્યાંથી કોણે મોકલ્યું અને ગુજરાત બાદ દેશના કયા રાજ્યોમાં જવાનું હતું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાત ATS દ્વારા દ્વારકાના દરિયાકિનારેથી હાલમાં જ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને એની કિંમત આશરે 15 કરોડ હતી. આ તમામ બાબતો સૌરાષ્ટ્રના દરિયાકિનારાને જોખમી બનાવી રહી છે. ગુજરાતના દરિયાકાંઠેથી જાન્યુઆરી 2021માં 30 કિલો, એપ્રિલ 2021માં 30 કિલો, સપ્ટેમ્બર 2021માં 3,000 કિલોથી વધુ અને નવેમ્બર 2021માં 186 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડે સહિતની એજન્સીઓએ આઠ મોટાં કન્સાઈનમેન્ટ સાથે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડયું એના પરથી મળે છે. આટલું સઘન ચેકિંગ અને કડક બંદોબસ્ત હોવા છતાં ડ્રગ્સની હેરાફેરી બેફામપણે ચાલી રહી છે.