મોડાસા: મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે વોર્ડ.નં-૧ થી વોર્ડ.નં-૫ના ઉમેદવારો જાહેર કરતાની સાથે ટીકીટ માટે દાવેદારી કરનાર સક્ષમ અને પાર્ટીનું વર્ષોથી કામગીરી કરનાર કાર્યકરોને ટીકીટ નહિ મળતા તેમના સમર્થકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
શિસ્તબદ્ધ પાર્ટીના નામે છેલ્લા ૨૫ વર્ષથી અવગણના થતા હવે કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે છેલ્લા ૩૧ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા અને પાયાના કાર્યકર પ્રવીણ પરમારે વોર્ડ.નં-૨ માં અનુસૂચિ જાતિ અનામત બેઠક પરથી ટીકીટની દાવેદારી કરી હતી તેમની જગ્યાએ અન્યને ટીકીટ ફાળવતા તેમના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને પક્ષ બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
મોડાસા નાગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ.નં-૨ માં અનુસુચિત જાતિ અનામત બેઠક પર ટીકીટની માંગણી કરનાર પ્રવીણ પરમારને ટીકીટ નહીં મળતા ભાજપ સામે આક્રોશ ઠાલવ્યો હતો તેમને ભારે હૃદયે જણાવ્યું હતું કે છેલ્લા ૩૧ વર્ષથી ભાજપનો સનિષ્ઠ કાર્યકર રહ્યો છું અને મારા બનાવેલ ભાજપના અનેક સભ્યો કોર્પોરેટર બની ગયા અને મને ટીકીટ માટે કગરવું પડે છે.
છેલ્લા ૨૫ વર્ષથી ટીકીટ માટે આશ્વાસન આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું વોર્ડ.નં-૨ માંથી પ્રવીણ પરમારને ટીકીટ નહિ મળતા તેમના સમર્થકોએ પક્ષ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
વોર્ડ.નં-૨ ના અનુસુચિત જાતિ સમાજના યુવાનોના જણાવ્યા અનુસાર વોર્ડ.નં-૨ માં સમાવિષ્ઠ માલપુર રોડ અને મેઘરજ રોડ પર ૧૫ થી વધુ સોસાયટીઓ આવેલી છે તેમ છતાં સ્થાનીક ઉમેદવારના બદલે આયાતી ઉમેદવારો થોપી બેસ્સડવામાં આવે છે મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં બંન્ને અનામત બેઠક પર વાલ્મીકી સમાજને ટીકીટ ફાળવી અન્ય સમાજના લોકોને અન્યાય કરવામાં આવ્યો હોવાનું
જણાવ્યું હતું.