Gujarat

CM ભૂપેન્દ્ર પટેલ રાજકોટથી ચૂંટણી લડે તેવા સંકેત, સૌરાષ્ટ્રમાં મોટો ખેલ પાડી શકે છે ભાજપ

ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ (BJP) ,કોંગ્રેસ (Congress) સહિત તમામ પાર્ટીઓ (Party) મેદાનમાં ઉતર્યા છે. આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલને (Bhupendra Patel) સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી લ઼ડી શકે છે. રાજકોટ (Rajkot) પશ્ચિમ સીટ પર ભાજપ ભૂપેન્દ્ર પટેલ ઉમેદવારી કરાવી શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં રાજકોટ પશ્ચિમ સીટ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય છે. તેથી કહી શકાય કે રાજકોટમાં ઉમેદવારીને લઈને ઘમાસાણ થઈ શકે છે.

ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજકોટ પશ્ચિમ સીટ પરથી ઉમેદવારી કરાવશે તો પાર્ટીમાં અણબનાવ જોવા મળશે. કારણ કે હાલમાં ત્યાં ઉમેદવારી લઈને પાટીદરા સહિત અન્ય સમાજ પણ પોતાની દાવેદારી રહ્યાં છે. વિજય રૂપાણી પણ પોતાની વફાદાર માટે માંગણી કરી રહ્યાં છે. કહી શકાય કે રાજકોટની પશ્ચિમ સીટ પર ભાજપમાં અંદરોઅંદર યુદ્ધ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે જ્યારથી રૂપાણીને પંજાબના પ્રભારી બનાવતાની સાથે જ ટિકિટ માટે લોબિંગ શરૂ થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકોટની પશ્ચિમ બેઠક માટે ભાજપ નવા ઉમેદવારની શોધમાં છે. ભાજપ હાઈકમાન્ડે વિવિધ રાજ્યોમાં ભાજપના પ્રભારીઓની જાહેરાત કરી હતી. ત્યારે ગુજરાતમાંથી પણ પૂર્વ સીએમ વિજય રૂપાણીને કેન્દ્રીય નેતૃત્વ માટે મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામા આવી છે. જ્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે દિગજ્જ નેતા વજુભાઈ વાળાએ રાજકોટની પોતાની સીટ છોડી હતી. ત્યારે હવે જો મુખ્યમંત્રી પટેલ રાજકોટની પશ્ચિમી બેઠક પર ઉમેદવારી નોંધાવે તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ છોડી શકે છે.

તમને જણાવી દઈએ કે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પણ ચૂંટણી લડવાના સંકેતો આપ્યા હતા. વિજય રૂપાણીએ કહ્યું હતું કે જો પાર્ટી ટિકિટ આપે તો હું ચૂંટણી લડવા તૈયાર છું. વિજય રૂપાણી શ્રાવણ માસના અંતિમ સોમવારે જ્યારે સોમનાથ મહાદેવના દર્શન અર્થે ગયા હતા ત્યારે તેઓએ કહ્યું હતું કે ‘ જો પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ’, તેમણે કહ્યું કે અમે કોઈ પદ માટે કામ કરતા નથી, કોઈ ટિકિટો માટે કામ કરતા નથી. એક સ્વપ્ન છે કે ભારતમાતા શક્તિશાળી બને. વધુમાં તેમણે કહ્યુંતે પાર્ટી જે કંઈ કામ સોંપે છે એ હંમેશા અમે કરતા આવ્યા છીએ, ચૂંટણી લડવાનું કહે તો ચૂંટણી જીતવા માટે કામ કરીએ છીએ. આ અમારી એક પદ્ધતિ રહી છે.’ તેથી કહી શકાય કે વિજય રૂપાણી પણ ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવી શકે છે.

Most Popular

To Top