Entertainment

સિદ્ધુ મૂસેવાલાની માતા આપશે બાળકને જન્મ, આ મહિનામાં થશે પ્રસૂતિ

નવી દિલ્હી: સિદ્ધુ મૂસેવાલા (Siddhu Moosewala) પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું (Music Industry) એક એવું નામ હતું, જેણે પોતાના અવાજ અને ગીતોથી લોકોના (Fans) દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. તેમજ તેમના ગીતોની (Songs) ગુંજ વિદેશમાં પણ સાંભળવા મળતી હતી. પરંતુ વર્ષ 2022માં ગાયકની નિર્દયતાથી હત્યા (Murder) કરવામાં આવી હતી. ચાહકો તેને આજ સુધી ભૂલી શક્યા નથી.

દરમિાયન ગાયકના ઘરે બાળકની કિલકારીઓ ગુંજવાના સમાચાર સામે આવ્યા છે. સિદ્ધુની માતા ચરણ કૌર સિંહ માર્ચ મહિનામાં બાળકને જન્મ આપવા જઈ રહી છે. જણાવી દઈએ કે સિદ્ધુ મૂસેવાલાની માતા આઇવીએએફ(IVF)ની મદદથી બાળકને જન્મ આપવા જઈ રહી છે. આ વાતની પુષ્ટિ ખુદ સિદ્દુ મૂઝવાલાના કાકા ચમકૌર સિંહે કરી છે. ગાયકની હત્યા બાદ આ પહેલો પ્રસંગ હશે જ્યારે તેના ઘરમાં ખુશીનો માહોલ જોવા મળશે.

સિદ્ધુ એકમાત્ર પુત્ર હતો
સિદ્ધુ મૂસેવાલા તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. તેથી તેમના ચાહકો સિદ્ધુ પરિવારના વારસદાર માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. દરમિયાન થોડા મહિના પહેલા સિદ્ધુની માતાએ આઈવીએફની મદદથી ગર્ભ ધારણ કરવાનો નિર્ણય લીધો હતો. હવે માહિતી મળી રહી છે કે ચરણ કૌર માર્ચમાં બાળકને જન્મ આપી શકે છે. અત્યાર સુધી બાળક અંગે હકારાત્મક પ્રતિભાવો મળી રહ્યા છે. જો કે ચમકૌર સિંહે આ સમાચારની પુષ્ટિ કરી છે. પરંતુ સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે સુરક્ષાના કારણોસર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.

આ સમાચાર સાંભળીને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તો ગાયકના ઘણા ચાહકો આનંદથી ઉછળી રહ્યાં છે. તેમનું માનવું છે કે ગાયક સિદ્ધુ મૂસેવાલા ફરીથી જન્મ લેવાના છે. જો કે ગાયકના માતાપિતાએ હજી સુધી આ સમાચારની પુષ્ટિ કરી નથી. તમને જણાવી દઈએ કે સિદ્ધુ મૂઝવાલા તેના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હતો. તેણીના મૃત્યુથી તેને ઊંડો આઘાત લાગ્યો હતો. ઘરના ચિરાગના મોતના દુ:ખમાંથી પરિવાર હજુ પણ બહાર આવી શક્યો નથી. આવી સ્થિતિમાં ગાયકના માતા-પિતા ફરીથી માતાપિતા બનવાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.

નાની ઉંમરે મોટું નામ બનાવ્યું
સિદ્ધુ મૂસેવાલાની વાત કરીએ તો તેનો જન્મ 17 જૂન 1993ના રોજ થયો હતો. ગાયકનું સાચું નામ શુભદીપ સિંહ સિદ્ધુ હતું. પરંતુ લોકો તેને સિદ્ધુ મૂસેવાલા તરીકે ઓળખતા હતા. તેણે નાની ઉંમરમાં જ પોતાની એક મજબૂત ઓળખ બનાવી લીધી હતી. તેણે ઘણા હિટ ગીતો ગાયા. પરંતુ તે રેપ ગીતો માટે જાણીતો હતો.

Most Popular

To Top