રોહતક ( ROHATAK) ના એક અખાડામાં કોચ ( COACH) અને કુસ્તીબાજો ઉપર ગોળીબાર ( FIRING) ની ઘટના સામે આવી છે.આ ઘટનામાં બે મહિલા રેસલર સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. કોચ અને તેની રેસલર પત્ની પણ મૃત્યુ પામનારા લોકોમાં શામેલ છે. આ સિવાય કોચનું બાળક અને એક અન્ય રેસલર ગંભીર રીતે ઘાયલ થયા છે અને બંને ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે.
આ બનાવની માહિતી મળતા પોલીસ અધિક્ષક સહિત તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગોળીબાર જૂની દુશ્મનાવટને કારણે કરવામાં આવી હતી. ઘાયલોને ખાનગી હોસ્પિટલો અને પીજીઆઇમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં મનોજ કોચ, તેની પત્ની સાક્ષી, સતિષ કોચ, પ્રદીપ મલિક કોચ, મનોજ પહેલવાન, પૂજા પહેલવાનનો સમાવેશ થાય છે. તે જ સમયે ઘાયલોમાં મનોજનો પુત્ર સરતાજ (ઉમર 3 વર્ષ) અને અમરજીતનો સમાવેશ છે.
પ્રદીપ, પૂજા અને સાક્ષીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે મનોજનું પીજીઆઇ રોહતકના ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તે જ સમયે, સતીષનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. સરતાજની પીજીઆઈ રોહતકમાં ગંભીર હાલતમાં છે જ્યારે અમરજીતની હાલત સ્થિર છે.
પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે રાત્રે લગભગ સાત વાગ્યે સુખવિંદર નામના આરોપીએ કોચ અને ત્યાં રહેતી મહિલા રેસલરો ઉપર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ ગોળીથી બે મહિલા રેસલર સહિત પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ત્રણ વર્ષનો બાળક અને અન્ય રેસલર પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે જાટ કોલેજ નજીક અખાદ ગામ બરોડાના રહેવાસી કોચ સુખવેન્દ્ર અને મનોજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદને કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મોડી રાત સુધી પોલીસ ઘટના સ્થળે તપાસમાં લાગી ગઈ હતી અને આસપાસના લોકોને પૂછપરછ કરી હતી. પોલીસનું કહેવું છે કે પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે બેની હાલત ગંભીર છે. પોલીસે નજીકમાં સીસીટીવી કેમેરાની પણ શોધખોળ કરી હતી.