NEW DELHI : કોંગ્રેસ નેતા શશી થરૂરે ( SHASHI THAROOR) એક ગ્રાફિક ( GRAPHIC) ર્યું છે. આ ટ્વિટમાં થરૂરે એ બતાવવાની કોશિશ કરી છે જેમ જેમ જીડીપી ઘટી રહ્યો છે તેમ તેમ પીએમ મોદીની દાઢી વધી રહી છે.
કોંગ્રેસ નેતા શશી થરૂરે પીએમ મોદીની દાઢી સાથે ભારતની જીડીપીની તુલના કરી છે. તેમણે પોતાના ટ્વિટર પર પીએમ મોદી પર નિશાન સાધ્યું છે, જેમાં વર્ષ 2017 થી 2019-20ના આંકડા દર્શાવ્યા છે. પીએમ મોદીની ( PM MODI) પાંચ તસવીરો પણ જીડીપીના આંકડા સાથે શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં પીએમ મોદીની દાઢીની સાઇઝ અલગ છે.
શશી થરૂરે આ ટ્વિટ સાથે લખ્યું, ‘આને ગ્રાફિક્સ ઇલસ્ટ્રેશનનો અર્થ કહેવામાં આવે છે.’ ગ્રાફિક્સમાં બતાવવામાં આવ્યું છે કે 2017-18ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી 8.1 ટકા હતો. ત્યારબાદ 2019-20ના બીજા ક્વાર્ટરમાં જીડીપી ઘટીને 4.5 ટકા થઈ ગયો છે.
દેશની જીડીપીની સ્થિતિ શું છે ?
તાજેતરના આંકડા મુજબ, વર્તમાન નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ 0.4 ટકાનો હોવાનો અંદાજ છે, જે વિકાસ દરમાં સતત વૃદ્ધિ દર્શાવે છે. જોકે, સંપૂર્ણ નાણાકીય વર્ષ (GJP) નો વિકાસ દર શૂન્યથી નીચે રહેવાની ધારણા છે. બીજા એડવાન્સ અંદાજના ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન જીડીપી વૃદ્ધિ દર માઇનસ આઠ ટકા (-8 ટકા) હોઈ શકે છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન દેશના અસલ જીડીપી રૂ. 134.09 લાખ કરોડ હોવાનો અંદાજ નિયત ભાવો (2011-12) પર કરવામાં આવ્યો છે, જ્યારે દેશની જીડીપી 29 જાન્યુઆરીએ 2021 જાહેર થયેલા 2019- 20 ના પહેલા સુધારેલા અંદાજમાં 145.69 લાખ કરોડ હોવાનો અંદાજ છે.
આ રીતે, 2020-21માં જીડીપી વૃદ્ધિ દર માઇનસ આઠ ટકા (-8 ટકા) હોવાનો અંદાજ છે, જ્યારે 2019-20માં જીડીપી વૃદ્ધિ દર ચાર ટકા નોંધાયો હતો. તે જ સમયે, સ્થિર ભાવો પર (2011 – 2012), નાણાંકીય વર્ષ 2020-21ના ત્રીજા ક્વાર્ટરમાં દેશનો જીડીપી 36.22 લાખ કરોડ થવાનો અંદાજ છે, જેની સરખામણીએ વર્ષ 2019-20 ના સમાન ગાળામાં રૂ. 36.08 લાખ કરોડ હતો. આમ, વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ 0.4 ટકાનો હોવાનો અંદાજ છે.