National

ચાની દુકાનથી લઈને ક્રિકેટ મેદાન સુધી, વપરાશકર્તાઓએ શશી થરૂરના આકર્ષક મીમ્સ બનાવ્યા

હાલ સોસ્યલ મીડિયા (social media)માં મીમ્સ (memes)ની નવી દુનિયા બની રહી છે, તેમાં પણ એક પછી એક એક જ ફોટો (photo) કે કોન્સેપ્તને અલગ અલગ રીતે પ્રદર્શિત કરવું લોકો માટે વિચાર માંગી લે છે.

વાત કરવામાં આવે કોંગ્રેસ (congress)ના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂર (sashi tharoor)ની તો તેઓ પોતાના અંગ્રેજીના કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. જો કે કેટલીકવાર તેઓ તેમના રમુજી (comedy) ચિત્રો માટે પણ હેડલાઇન્સ (headlines) મેળવે છે. તાજેતરમાં, ઓણમ પ્રસંગે નારિયેળ તોડતી તેમની એક તસવીર ખુબ જ વાયરલ (viral) થઈ હતી, જેનો ઉપયોગ કરીને વપરાશકર્તાઓ (users)એ ઘણાં મીમ્સ બનાવ્યા હતા. આ મીમ્સ જોઈને શશી થરૂરે ખુદ તેમને શેર કર્યા છે.

ખરેખર મૂળ તસવીરમાં, શશી થરૂર એક મંદિર પાસે નાળિયેર તોડતા જોવા મળે છે. પણ આ જ તસવીરનો ઉપયોગ કરીને, ટ્વિટર વપરાશકર્તા એથિસ્ટ_ક્રિષ્નાએ ચિત્રને ચાની દુકાનમાં તેનું એક ચોક્કસ સ્થાન નક્કી કર્યું. આ તસવીરમાં તે ચા પીરસતા જોવા મળે છે અને નજીકમાં એક અન્ય ચાવાલા પણ જોવા મળે છે. જો કે આ ચા કાઢવાની સ્ટાઇલ પણ જોનારનું ધ્યાન માંગી લે છે, જે જોતા એક કલાકારી લાગે છે પણ શશી થરૂરના ફોટોથી રમૂજ ફેલાવે છે.

એટલું જ નહીં, આ ટ્વિટર યુઝરે તે તસવીરથી બીજો રમુજી મીમ્સ બનાવ્યો. એક મીમ્સમાં શશી થરૂર દક્ષિણ ભારતનું પરંપરાગત નૃત્ય કરતા જોવા મળે છે. આ દરમિયાન, તેની આસપાસ ઘણા નર્તકો જોવા મળે છે. આ તસવીર પર બનેલા તમામ મેમ્સની ખાસ વાત એ છે કે શશી થરૂર બધામાં એક ચોક્કસ એક્શનમાં જોવા મળે છે. તેથી તમામ મીમ્સ સારી રીતે ફિટ થયા છે. આ તસવીરમાં, એક યુઝર તેને ક્રિકેટ મેદાનમાં લઈ ગયો જો કે હાથનું નારિયેળ અહીં ક્રિકેટ બોલ બની જાય છે.

શશી થરૂરની આ તસવીરનો ઉપયોગ કરીને એક યુઝરે એવા મીમ્સ બનાવ્યા કે તેઓ સીધા જ WWE રિંગમાં પહોંચી ગયા. તે એક કુસ્તીબાજને મુક્કો મારતો જોવા મળે છે. આ દરમિયાન તેણે તેનું ગળું પકડી રાખ્યું હતું અને તેને દબાવી રાખ્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ મીમ્સ શશી થરૂરે પોતે શેર કર્યા છે.

Most Popular

To Top