હમણાં ચાલી રહેલા કૌન બનેગા કરોડપતિનો કાર્યક્રમ જેનું સંચાલન સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કરી રહ્યા છે તે કાર્યક્રમ અત્યંત લોકપ્રિય બની ચૂક્યો છે. અત્યાર સુધી પ્રસારીત થયેલા સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ચાર વ્યક્તિ એક કરોડ રૂપિયા જીતી ગઈ છે , અને તે ચારેય મહિલાઓ છે.
અહીં પુરૂષો કરતા મહિલાઓની બુદ્ધિ કુશાગ્ર છે એવું પુરવાર થયું છે. કારણ એકપણ પુરૂષ એક કરોડની રાશી જીતી શક્યો નથી. કૌન બનેગા કરોડપતિ ના દરેક એપિસોડમાં સામાન્ય જ્ઞાન અંગેના પ્રશ્નો જ પૂછવામાં આવે છે.
જે લોકોએ કૌન બનેગા કરોડપતિના એપિસોડ જોયા છે તે બધા મારી વાત સાથે સંમત થશે જ કારણ અત્યાર સુધી પ્રસારીત થયેલા એપિસોડ જેમણે જેમણે જોયા છે તે બધાને આ વાતનો એહસાસ થઈ ચૂક્યો છે કે સામાન્ય જ્ઞાન ( જનરલ નોલેજ ) ને લાગે વળગે છે ત્યાં સુધી પુરૂષો કરતા મહિલાઓ ચઢિયાતી સાબિત થઈ છે એ એક નિર્વિવાદ હકીકત છે.
શક્ય છે કે આ બાબત ફકત કૌન બનેગા કરોડપતિ પૂરતી જ સીમિત હોય. કારણ દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરૂષો કરતા ચઢીયાતી છે એવું કોઈપણ સંજોગોમાં કહી શકાય નહી એ વાત સર્વસ્વીકૃત છે તેમાં બેમત ન હોય શકે.
સુરત -સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.