વ્યારા સિવિલ હોસ્પીટલમાં માનવતા શર્મશાર, સગર્ભાને દાખલ કરવાની ના પડી દીધી

વ્યારા: વ્યારા સિવિલ હોસ્પિટલમાં ( civil hospital) માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વ્યારાની નવ માસની ગર્ભવતી કોરોના ( corona) સંક્રમિત મહિલાને પ્રસવની પીડા ઊઠવાની સાથે સાથે તેને શ્વાસ લેવાની તકલીફ પડતી હતી. જેથી તેને ૧૦૮માં ઓક્સિજનના બાટલા ( oxygen ) સાથે સારવાર માટે વ્યારાની કોવિડ ૧૯ની હોસ્પિટલ ( covid 19 hospital) સિવિલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ અહીં આ સરકારી હોસ્પિટલોના બબ્બે વખત પગથિયે ચડી સતત ત્રણ કલાક સુધી રઝડવા છતાં તબીબોએ વ્યારાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં ગર્ભવતી ( pregnent) મહિલાઓને સારવાર માટેની કોઇ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું કહી પ્રાથમિક સારવાર સુધ્ધા આપી ન હતી. વાત આટલેથી ન અટકતાં આ ગર્ભવતી મહિલાને વ્યારા સિવિલના બાથરૂમમાં સુધ્ધા જવાની ના પાડી દીધી હતી. જેથી પરિવારજનો આ મહિલાને ૧૦૮માં જ મોંમાંથી ઓક્સિજન બહાર કાઢી પાલિકાના જાહેર શૌચાલયમાં લઇ જવા લાચાર બન્યા હતા.

કોરોનાના સમયમાં ડોક્ટરોને યોદ્ધા અને ભગવાન ગણવામાં આવી રહ્યા છે. ત્યારે આવા જ સમયમાં વ્યારાની નવ માસની ગર્ભવતી મહિલા રુચિબેન પિંકેશભાઇ પંચાલ (રહે., વ્યારા-ઉનાઇ રોડ, તા.વ્યારા)ને એકેય ખાનગી હોસ્પિટલોએ એડમિટ ન કરી અને છેવટે વ્યારા સિવિલના તબીબોએ પણ હાથ ખંખેરી લીધા હતા. નવ માસની ગર્ભવતી મહિલા રુચિબેન કોરોનાગ્રસ્ત હોવાથી બ્લડ પ્રેશર વધવાના કારણે શ્વાસ લેવાની તકલીફ પડતી હતી. બીજી તરફ પ્રસવની પીડા ઊઠતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ અહીં ખાનગી-સરકારી હોસ્પિટલોના પગથિયે તબીબોને કાલાવાલા કરવા છતાં સારવાર આપી ન હતી. અહીં સુધી કે વ્યારાની કોવિડ-૧૯ હોસ્પિટલના તબીબોએ આ ગર્ભવતિ મહિલાને દાખલ કરવા માટે સાફ ઈન્કાર કરી દીધો હત

કોવિડ માટે સુરત સિવિલમાં ક્રિટિકલ કેર બનાવ્યું છે: ડો.નૈતિક ચૌધરી

વ્યારા સિવિલના વડા ડો.નૈતિક ચૌધરીનો ‘ગુજરાતમિત્ર’એ જ્યારે આ બાબતે સંપર્ક કર્યો તો તેમણે આ સુવિધા ઉપલબ્ધ હોવાનું જણાવતાં ફરી આ ગર્ભવતી મહિલાને વ્યારા કોવિડ-૧૯ હોસ્પિટલમાં મોકલવા જણાવ્યું હતું. જેથી ફરી વ્યારા કોવિડ હોસ્પિટલ સિવિલમાં આ એમ્બુલન્સ ૧૦૮ દ્વારા ફરી લાવવામાં આવી હતી. પણ ડો.ચૌધરીએ આ ગર્ભવતી મહિલાના પતિને જણાવ્યું કે, કોવિડ માટે સુરત સિવિલમાં ક્રિટિકલ કેર બનાવ્યું છે. વ્યારામાં ઉપર-નીચે લાવવું ને લઇ જવું પડશે, ખાટલા બદલવા પડશે. અહીં દોડધામ વધી જશે. મને લાગે છે ત્યાં સુધી સુરત લઇ જાઓ. વ્યારા કોવિડ-૧૯માં ઓક્સિજન અને વેન્ટિલેટર જે-તે સમય પણ ખાલી મળવા મુશ્કેલ છે.

સગર્ભાને સારવાર મળી શકે તેવી સુવિધા ઉપલબ્ધ નથી

વ્યારા સિવિલ હોસ્પિટલને કાયાકલ્પ યોજના હેઠળ દિલ્હી ખાતે ગુજરાત રાજ્યની સ્વચ્છતા ક્ષેત્રે રાજ્યભરમાં સતત બે વખત પ્રથમ નંબર અપાયો છે. વ્યારા સિવિલમાં સીક ન્યૂ બોર્ન કેર યુનિટ સહિત આધુનિક લેબોરેટરી તેમજ ૬૦થી વધુ આરોગ્યલક્ષી સારવારની સુવિધા ઉપલબ્ધ હોવાના દાવા કરાયા પણ કોવિડની ગર્ભવતી મહિલાને સારવાર મળી શકે તેવી કોઇ સુવિધા અહીં ઉપલબ્ધ નથી.

Related Posts