Columns

ભણતરનો બોજ ઊંચકીએ કે સ્કૂલ બેગનો?

2 વર્ષ બાદ સ્કૂલ ફરી ઓફલાઇન થઇ ગઇ છે. તમે સ્કૂલ નજીક બસ કે રિક્ષામાંથી ઊતરતાં બાળકોને જોશો તો એમની બેવડ વળી ગયેલી કમર પર સ્કૂલ બેગનો ભાર દેખાશે. જોઇને જ વિચાર આવે કે બાળક આ ભાર કઇ રીતે ઊંચકતું હશે?! આજકાલ સ્કૂલ બેગની સાઇઝ અને વજન વધતાં જ જાય છે. વિદ્યાર્થીઓ સ્કૂલમાં જરૂરી બુકસ – નોટબુકસ તો લઇ જ જાય છે પરંતુ એમની બેગમાં સ્કૂલ પછીની એકિટવિટીઝમાં જવા માટેના સ્પોર્ટસનાં સાધનો, શૂઝ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કે ટયુશનના બુકસ વગેરે પણ હોય છે. આપણે ભારે સ્કૂલ બેગને કારણે બાળકોને કાયમી થતાં બેક પેન અને કરોડરજ્જુને થતાં નુકસાનની અવગણના કરવી ન જોઇએ.

દુ:ખદ વાત તો એ છે કે પેરેન્ટસ પણ આ બેક પેઇન પર બહુ ધ્યાન આપતા નથી અને એને ખોટા પોશ્ચર, બેઠાડું જીવન કે અન્ય કારણો સાથે જોડી દે છે. જો કે થેન્કસ ટુ સ્કૂલ બેગ્સ મેન્યુફેકચરીંગ કંપનીઝ જેમણે બાળકોનો વિચાર કરી વ્હીલ્સવાળી અથવા ટ્રોલી સ્કૂલ બેગ્ઝ માર્કેટમાં મૂકી છે. વિદ્યાર્થી કેટલું વજન ઊંચકી શકે એ અંગે દરેક દેશ અને પ્રદેશના અલગ અલગ નીતિનિયમો હોઇ શકે પરંતુ સામાન્ય નિયમ એવો છે કે વિદ્યાર્થીએ પોતાના વજનના 10 % થી 15 % કરતાં વધુ વજનની બેગ ઊંચકવી ન જોઇએ.

  • સ્કૂલ બેગ કેવી રીતે ગોઠવશો?
    સ્કૂલમાં જરૂરી હોય એ બુકસ જ લઇ જાવ. કેટલાક વિષયની 2 કરતાં વધારે બુકસ પણ હોય. વિદ્યાર્થીને ખબર હોવી જોઇએ કે આજે કયો વિષય ભણાવવાના છે.
  • દરરોજ બેગ ગોઠવવાની આદત પાડો. જેથી ટાઇમટેબલ મુજબ જ બેગ ગોઠવાય અને વધારાની બુકસ કાઢી શકાય.
  • બેગમાં જગ્યા છે એમ વિચારી બિનજરૂરી વસ્તુઓ બેગમાં ભરો નહીં.
  • ભારે બુકસ તમારી બેક નજીક આવે એ રીતે મૂકો. આમ કરવાથી વજન ખભા પર આવશે નહીં.
  • બુકસ, નોટબુકસ, કંપાસ, લંચબોક્સ મૂકવા માટે જુદા જુદા કમ્પાર્ટમેન્ટસનો ઉપયોગ કરો. તમને વસ્તુ સહેલાઇથી મળી જશે અને વજન પણ એક સરખું વહેંચાઇ જશે.
  • સ્કૂલ બેગ અને પોશ્વર
    શકય હોય ત્યાં સુધી બેકપેકનું વજન બાળકની બેકની નજીક હોવું જોઇએ.
  • બેગ ઊંચકતી વખતે આગળ કે પાછળ નમી ન જાવ. બેગ બેકની નજીક રાખી કમર એકદમ સીધી રાખો.
  • થાકી જશો ત્યારે સાઈડ બદલીશું એમ વિચારી બેગને એક સાઇડ ન રાખો.
  • સ્કૂલ – બેગના વજન માટે સામાન્ય નિયમ શું છે?
    યુનિયન મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશને ધોરણ 1 થી 12ના
  • વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન નક્કી કર્યું છે.

ધોરણ                      સ્કૂલ બેગનું વજન

1                         1.6 થી 2.2 Kg

2 થી 5                    1.7 થી 2.5 Kg

6 થી 8                    2 થી 3 Kg

9 અને 10                 2.5 થી 4.5 Kg

11 અને 12                 3.5 થી 5 Kg

શાળાઓ અને માતાપિતા આ નિયમને અનુસરે છે ખરાં?

  • બેગનું વજન ઘટાડવા પેરેન્ટસ શું કરી શકે?
    માતાપિતાએ બાળકને સ્કૂલમાં જરૂરી પુસ્તકો ગોઠવવા માટે પ્રોત્સાહિત કરવા જોઇએ.
  • બાળકને દરરોજ બેગ ટાઇમટેબલ મુજબ જ ગોઠવવાની ટેવ પાડો.
  • વધારાની નકામી વસ્તુ, તૂટેલી પેન્સિલ વગેરે અઠવાડિયે એક વાર જોઇ કાઢી નાખો.
  • બુકસને બાઇન્ડિંગ ન કરાવો. એનાથી બેગનું વજન વધશે નહીં.
  • પેન, પેન્સિલ, કલર્સ માટે કંપાસ બોક્સ કરતાં પાઉચિસનો વધારે ઉપયોગ કરો.
  • બાળકને બસ – રિક્ષાની રાહ જોતાં, એસેમ્બલી કે આવી અન્ય કોઇ સ્થિતિમાં બેગ નીચે મૂકવાનું શીખવો.
  • યોગ્ય બેગ પસંદ કરો
    સ્કૂલ માટે શોલ્ડર બેગ કરતાં બેકપેક વધુ યોગ્ય છે. કારણ કે એનાથી વજન એક સરખું વહેંચાશે. 2 સ્ટ્રેપ્સવાળી બેગ વધુ સલાહભરી છે. વન સાઇડ બેકપેક સામાન્ય રીતે તમે દરરોજ જે બાજુ બેગ ઊંચકતાં હશો તેના પર વધુ ભાર આપશે.
  • બેકપેક લાઇટવેટ મટીરિયલની હોય એ ધ્યાન રાખો.
  • બેગ પેકના સ્ટ્રેપ્સ જાડા હોવા જોઇએ. એ એડજસ્ટેબલ પણ હોવા જોઇએ. થીક પાર્ટ શોલ્ડર પર આવવો જોઇએ, જેથી એ ખભા પર જે વજન ઊંચકવાનું છે ત્યાં કુશનિંગ ઇફેકટ આપે.
  • બેક પેકની લંબાઇ બાળકની વેસ્ટલાઇનની નીચે 4’’થી વધારે હોવી ન જોઇએ.
  • વ્હીલ્સ અને હેન્ડલ વગરની સ્કૂલ બેગ કરતાં ટ્રોલી બેગ હેવી હોય છે પરંતુ જો વિદ્યાર્થીએ દાદર ચઢવાના ન હોય તો વ્હીલ્સવાળી બેગ વધારે સારો વિકલ્પ છે.
  • # બાળકને માટે સ્કૂલ બેગ ખરીદતી વખતે ફેશન અને ગ્લેમરને બદલે ફંકશન અને કમ્ફર્ટ પર વધારે ધ્યાન આપો.

Most Popular

To Top