Vadodara

શહેરમાં ધો.10નું 61.21 ટકા પરિણામ

વડોદરા : રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાનું પરિણામ 61.21 ટકા આવ્યું છે. કોરોના સમય ગત વર્ષે 60.19% પરિણામ આવ્યું હતું. આમ ગત વર્ષ કરતા આ વર્ષે 1.02% પરિણામ વધારે આવ્યું છે. કોરોના કાળના બે વર્ષ પછી બોર્ડ પરીક્ષાઓ વિદ્યાર્થીઓએ શાંતિ પૂર્વક આપી છે. ગત વર્ષે કોરોનાની બીજી લહેરના પગલે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જોકે ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. વડોદરા શહેર-જિલ્લામાં ચાલુ વર્ષે ધોરણ 10ના 38,006 જેમાંથી 37,758 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 23,113 વિધાર્થીઓ બોર્ડનું સર્ટિફિકેટ મેળવવા લાયક ઠર્યા . વિદ્યાર્થીઓના પરિણામને લઇને વિધાર્થીઓ સહિત વાલીઓમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી. . વિદ્યાર્થીઓ કોરોના કાળમાં સતત બે વર્ષ સુધી ઓનલાઇન અભ્યાસ કર્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓના લખાણ પર અસર થઇ હતી.

 ધોરણ 10નું પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.વડોદરા માં ગ્રેડ મુજબ જોઈએ તો એ-1માં 478 અને એ-2      5 વિધાર્થીઓ આવ્યા હતા. બી-1માં 4288 અને બી-2માં 5747 વિધાર્થીઓ અસવ્યા હતા.જ્યારે સી-1  માં 6168 અને સી-2 માં 3657 વિધાર્થીઓ આવ્યા હતા.ડી ગ્રેડમાં  26 વિધાર્થીઓ અને ઇ*માં 2 વિધાર્થીઓ આવ્યા હતા. ઇ1માં 8513 અને ઇ 2માં 6332 વિધાર્થીઓ આવ્યા  હતા. બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયાના 7 થી 8 દિવસમાં માર્કશીટ ડીઇઓ કચેરીને પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.

ઇક્સીતાને ઇલેક્ટ્રોનિક એન્જિનીયર બનવું છે
વડોદરાના ભુતડીઝાપા નજીક આવેલી જીવન સાધના સ્કૂલમાં અભ્યાસ કરતી ઇકસીતા રાણાએ ધોરણ 10ની પરીક્ષામાં 86.77 પીઆર મેળવ્યા છે.ધોરણ 10માં 87.77 પર્સન્ટાઇલ મેળવ્યા છે. નવીધરતી ગોલવાડ નવા સ્લમ કવાટર્સ ખાતે રૂમ નંબર 71માં રહેતી ઇકસીતા રાણાના 87.77 પર્સન્ટાઇલ આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે, તેના પિતા બહુચરાજી રોડ ખાતે ચાની લારી ચલાવી રહ્યા છે. જ્યારે માતા શીવણ કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહી છે. ઇક્સીતાની ઇચ્છા ઇલેક્ટ્રોનિક એન્જિનિયર બનવાની છે.

મારે કોમ્પ્યુટર એન્જિનીયર બનવું છે
વાઘોડિયા રોડ ઉપર ન્યુ સનરાઇઝ સ્કૂલમાં ધો-10મા અભ્યાસ કરતો નિરવ રાણાએ 96 ટકા અને 96.95 પર્સન્ટાઇલ મેળવી સ્કૂલમાં પ્રથમ નંબર લાવ્યો છે. વડોદરાના બાવચાવાડમાં રહેતો નિરવ રાણાના પિતા દિપકભાઇ રાણા ઓટો રિક્ષા ચલાવે છે. માતા નયનાબહેન લોકોના ઘરોમાં કામ કરે છે.  મોટી બહેન નિશા બી.કોમ.ના ફસ્ટ ઇયરમાં અભ્યાસ કરે છે.સ્કૂલમાં મળેલું સારું શિક્ષણ અને ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષકોના ગૃપ દ્વારા મળેલી તમામ પ્રકારની મદદથી ઓટો રિક્ષા ચાલકના પુત્ર નિરવ રાણાએ ધોરણ-10માં 96 ટકા અને 99.95 પર્સન્ટાઇલ મેળવ્યા છે. નિરવે જણાવ્યું હતું કે, મારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવાની ઇચ્છા છે.

કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાઇકલિંગની ઇચ્છા
વડોદરાની શ્રી નારાયણ વિદ્યાલય માં ધોરણ 10 માંથી બોર્ડની પરીક્ષા આપનાર સમીધા પટેલે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા સામે હોવા છતાં પોરબંદરથી  સ્ટેચ્યુ ઓફ યુનિટી યુનિટી સુધી 547 કિલોમીટરનુ સાયકલ કરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. નોધનિય છે કે, સમિધાએ સાઇકલીગ બોર્ડની પરીક્ષાની તૈયારી કરીને 92.77 P.R. મેળવી ઉત્તીર્ણ થઇ છે.  સમીધા પટેલે  જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાઇકલીગ કરવાની ઇચ્છા છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને જીવંત રાખવા કટીબધ્ધ છું.

Most Popular

To Top