SURAT

ગેસની બોટલના ભાવ એટલા વધી ગયા કે તેની પણ હવે દાગીનાની જેમ ચોરી થવા લાગી

સુરત : (Surat) પુણામાં સોસાયટીના મેઇન રોડ ઉપર પાર્ક કરેલા ટેમ્પોમાંથી (Tempo) અજાણ્યાએ રૂ.3000ની કિંમતના ગેસના (Gas) બાટલાની (Bottle) ચોરી (Theft) કરતાં પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાઇ હતી. ગેસના બોટલની ડિલિવરી કરતા યુવકે નજીકમાં આવેલી જરીના દોરાની દુકાનમાં સીસીટીવી કેમેરા ચેક કરતાં ચોરી કરનાર ઇસમ ભૂતકાળમાં સાથે કામ કરતો પ્રફુલ્લ ઉર્ફે સચિન નીકળ્યો હતો. પોલીસે તેને પકડી પાડ્યો હતો.

  • પૂણામાં મેઈન રોડ પર પાર્ક કરેલા ટેમ્પોમાંથી 3000ની કિંમતના ગેસના બાટલાની ચોરી
  • લિંબાયતમાં રહેતા ડિલિવરી બોયે નજીકમાં સીસીટીવી કેમેરા ચેક કરતાં ચોરી બહાર આવી
  • બે ઈસમ બાઈક ઉપર બેસીને આવ્યા અને ગેસની બોટલ લઈને જતા રહ્યાં હતાં
  • ગેસ બોટલની ડિલિવરી કરતો જૂનો કારીગર 3000ની બોટલ ચોરી ફરાર : સીસીટીવી કેમેરામાં કેદ
  • ચોરી કરનાર ભૂતકાળનો કર્મચારી હોવાનું બહાર આવતા પોલીસ ફરિયાદ કરાઈ
  • પોલીસે ચોરની ધરપકડ કરી લીધી

પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતના નીલગીરી સર્કલ પાસે ગણેશનગર સોસાયટીમાં રહેતા અમિતકુમાર ગ્યાદીના રાવંત પુણામાં આવેલી ઇન્ડિયન ગેસ કંપનીની દેવકૃપા એજન્સીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. અમિતકુમાર પુણામાં સીતાનગર ચાર રસ્તા પાસેની ક્રિષ્નાનગર સોસાયટીમાં ગેસના બોટલની ડિલિવરી કરવા ગયો હતો. શેરીમાં ગેસની બોટલ આપી પરત આવેલા અમિતને શંકા ગઇ હતી અને તેને બોટલની ગણતરી કરતાં એક ભરેલા ગેસની બોટલ ઓછી જોવા મળી હતી. આ દરમિયાન અમિતે નજીકમાં જ એક જરીના દોરાની દુકાનના માલિકને વિનંતી કરી સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં હતાં, જેમાં બે ઇસમ બાઇક ઉપર બેસીને આવ્યા હતા, અને ગેસની બોટલ લઇ જતા રહ્યા હતા.

તપાસ કરતાં ચોરી કરનાર ઇસમ અમિતની સાથે અગાઉ કામ કરતો પ્રફુલ્લ ઉર્ફે સચિન ગુલાબ પાટીલ હોવાનું જણાયું હતું. જે અંગે અમિતે સચિન પાટીલની વિરુદ્ધમાં પુણા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી પીએસઆઇ લલિતા સૈની અને તેમની ટીમે પ્રફુલ્લને પકડી પાડ્યો હતો. પ્રફુલ્લ શોર્ટકટમાં રૂપિયા કમાવવા ગેસની બોટલની ચોરી કરી સસ્તામાં વેચી દેવાની ફિરાકમાં હતો. પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો હતો.

જ્યાં પેટ્રોલ ખૂટી જાય ત્યાં વાહન મૂકી બીજુ વાહન ચોરી કરતો સગીર પકડાયો
સુરત : વરાછામાં પોલીસે ચોરીની રિક્ષા સાથે એક સગીરને પકડી પાડ્યો હતો. પોલીસની પુછપરછમાં પકડાયેલા સગીરે અગાઉ ચાર વાહનોની ચોરી કરી હોવાની વિગતો બહાર આવી હતી. જેમાં ચોરી કરેલા વાહનમાં જ્યાં પેટ્રોલ ખાલી થાય ત્યાં વાહન મુકીને બીજા વાહનની ચોરી કરતો હોવાની પણ કબૂલાત થઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વરાછા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓએ એક રિક્ષાચાલકને પકડ્યો હતો. આ રિક્ષાનો ડ્રાઇવર સગીર હતો. તેની પુછપરછ કરીને રિક્ષાના દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. પરંતુ સગીર પાસે કોઇ ડોક્યુમેન્ટ ન હતા. ત્યારબાદ વરાછા પોલીસે ઇ-કોપના આધારે નંબર ચેક કરતા રિક્ષા ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સગીરની કડક પુછપરછ કરતા તેને અગાઉ એક હીરો પેશન મોટરસાઇકલ, બે હોન્ડા એક્ટિવા અને એક પ્લાઝર મોપેડ ઉપર હીરોહોન્ડા સીડી-100ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

Most Popular

To Top