Vadodara

શહેરમાં બે બૂટલેગરો વચ્ચે ગેંગવોર : મારક હથિયારો સાથે બંને જુથ સામ સામે આવી ગયાં

વડોદરા: શહેરના સીટી-વારસીયા વિસ્તારમાં બે દિવસ પહેલા બે બૂટલેગરો વચ્ચે મોડી રાત્રે ગેંગવોર સર્જાયું હતું. જેમા મારક હથિયારો સાથે બંને માણસો આમને સામને આવી ગયા હતા. પરંતુ એક અગ્રણી સહિત અન્યે બૂટલેગરે વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું. જેના પગલે સમગ્ર શહેરનું વાતાવરણ ડહોળાવના તણખો શાંત પડી ગયો હતો. જોકે ઘટના સ્થળે આવેલી પોલીસે કોઇ કાર્યવાહી નહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

બૂટલેગરો વચ્ચે ચાલતી ધંધાની લડાઇમાં શહેરમાં છેલ્લા ઘણા સમયથી બૂટલેગરો વચ્ચે ગેંગવોર થવાના એંધાણ વર્તાઇ રહ્યા હતા. તેમાં હરિ સિંધી અને તેના પુત્ર નિર્વસ્ત્ર કરીને માર માર્યા બાદ તેમના વીડિયો વાઇરલ પણ કરવામાં આવ્યા હતા. જેને લઇને બૂટલેગરો વચ્ચે તણાવ વધી ગયો હતો. દરમિયાન બે દિવસ પહેલા શહેરના સીટી વિસ્તારમાં બે નામચીન બૂટલેગરો વચ્ચે કોઈ કારણસર ગેંગવોર સર્જાયું હતું. જેમા બૂટલેગરો પોતાના મળતીયાઓ સાથે મારક હથિયારો ધારણ કરીને આમને સામને આવી ગયા હતા. જેને લઇને સમગ્ર વિસ્તારનુ વાતાવરણ ડહોળાવાના અંદેશા પણ થઇ ગયા હતા.

એક તબકક વિસ્તારમાં તંગદિલીનું વાતાવરણ પણ સર્જાઇ ગયું હતુ. પરંતુ તલવારો ઉડે અને રસ્તા પર લોહીની નદી વહેવા લાગે તે પહેલા એક મુસ્લિમ અગ્રણી અને બૂટલેગર દોડી આવીને સમાધાન કરાવ્યું હતું. સમાધાન કરાવનાર બંને જણાએ જણાવ્યું હતું તે તમારા જે કાંઈ ધંધાની લેતાદેતીમાં બબાલ હોય તે તમારા વિસ્તારમાં જઇને પતાવો તેવું કહેતા વાતાવરણ શાંત પડ્યું હતું. જાણવા મળતી માહિતી મુજબ તેમાં કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. પરંતુ તેમના દ્વારા કોઇ કાર્યવાહી નહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top