ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટીના (Cruise Drugs Party Case ) કેસમાં બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Bollywood Superstar Shahrukh Khan Son Aaryan Khan Bail Rejected) જામીન અરજી આજે કોર્ટે નકારી કાઢી છે. કોર્ટે કહ્યું કે, આ જામીન પર અમે નિર્ણય લઈ શકીએ નહીં. સેશન્સ કોર્ટમાં અરજી કરો. આ સાથે જ આર્યન ખાનને આર્થર રોડની જેલમાં મોકલી દેવાયો છે. (Shah Rukh’s son Aryan Khan jailed, Court rejects bail) આ એ જ જેલ છે જેમાં આંતકવાદી અજમલ કસાબને રાખવામાં આવ્યો હતો. હવે આગામી સુનાવણી સુધી આર્યન ખાન અને અન્ય છ આરોપી જેમાં તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મોડેલ મુનમુન ધામેચા સામેલ છે તે તમામે જેલમાં વીતાવવી પડશે. શાહરૂખની પત્ની અને આર્યનની મમ્મી ગૌરી ખાનની બર્થ ડે પર પણ આર્યન જેલમાં જ રહેશે.
આર્યનને અન્ય આરોપીઓની સાથે જેલના પહેલાં માળે બૈરેક નંબર 1માં રાખવામાં આવશે. હાલમાં આર્યન સહિત એકેય આરોપીને કૈદીઓનો યુનિફોર્મ આપવામાં આવ્યો નથી. આગામી 5 દિવસ માટે બૈરક નંબર 1માં તમામ આરોપીને ક્વોરોન્ટીન કરવામાં આવશે. કોઈ પણ આરોપીમાં કોરોનાના લક્ષણ દેખાશે તો તેનો ટેસ્ટ કરવામાં આવશે. હાલમાં આર્યન ખાન સહિત 8 આરોપીનો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે.
તમામે કોરોનાની રસીના બંને ડોઝ લઈ લીધા છે. તેથી 5 જ દિવસ કોરેન્ટીન રાખવામાં આવશે. કોઈને સ્પેશ્યિલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે નહીં. તમામને અન્ય કેદીઓની જેમ જ રાખવામાં આવશે.
કેદીઓની આવશ્યકતા અનુસાર હાલમાં NCB ની કસ્ટડીમાં ચીજવસ્તુ આપવામાં આવતી હતી. પરંતુ હવે જેલમાં આર્યન ખાનને કોઈ સ્પેશ્યિલ ટ્રીટમેન્ટ મળશે નહીં. આર્યનને ઘરનું ભોજન લેવું હોય તો કોર્ટ પાસે સ્પેશ્યિલ પરમીશન લેવી પડશે. જોકે, કોર્ટના સખ્ત નિર્દેશ છે કે આર્યન સહિત એકેય આરોપીને બહારનું ખાવાનું આપવામાં નહીં આવે. જેલના જે નિયમો છે તેનું જ પાલન કરવાનુ રહેશે.
આર્યન ખાને જેલના નિયમ મુજબ સવારે 6 વાગ્યે ઉઠી જવું પડશે. 7 વાગ્યે નાસ્તો મળશે, જેમાં માત્ર શીરો અને પૌંઆ જ હશે. 11 વાગ્યે બપોરનું જમવાનું અને રાત્રે શાક-રોટલી અને દાળ-ભાત મળશે. વધારે જમવાનું જોઈએ તો કેન્ટીનમાં એક્સ્ટ્રા પેમેન્ટ કરવું પડશે. આર્યન જેલમાં અન્ય આરોપીની જેમ ફરી પણ નહીં શકશે.
આ અગાઉ કિલા કોર્ટમાં બપોરના 12.45એ જામીન અરજી પણ સુનાવણી શરૂ થઈ હતી. આ સુનાવણી બપોરના સવા બે સુધી ચાલી હતી. બ્રેક બાદ 3 વાગે ફરી એકવાર સુનાવણી શરૂ થઈ હતી. કોર્ટે સાંજે 5 વાગે જામીન અરજી ફગાવી દીધી હતી. આજે કોર્ટમાં આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે આ કેસમાં કેન્દ્ર સરકારને આટલી ઉતાવળી કેમ છે? આ કેસમાં બંને પક્ષે અલગ અલગ કેસનો ઉલ્લેખ કરીને દલીલો કરી હતી કે જામીન અરજી પર સુનાવણી આ કોર્ટમાં થવી જોઈએ નહીં.
આ દરમિયાન આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે જો વિવાદ છે તો જજે આ કેસને હાયર બેંચને રિફર કરવાની જરૂર હતી, પરંતુ આમ થયું નહીં. આર્યનના વકીલે કોર્ટમાં કહ્યું, ડ્રગ્સની માત્રા ઓછી હોય તેવા કેસમાં હાઇકોર્ટ પણ જામીન આપે છે, મારા ક્લાયન્ટ પાસેથી તો કંઈપણ મળ્યું નથી. દરમિયાન NCBની ટીમ આર્યનને મેડિકલ ચેકઅપ માટે જેજે હોસ્પિટલ લઈને ગઈ હતી અને ત્યાર બાદ આર્યન સહિત 6 આરોપીને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યા છે અને નૂપુર તથા મુનમુન ધામેચાને ભાયખલ્લા જેલમાં છે.