સુરત: સ્ટેટ જી.એસ.ટી વિભાગ (SGST) દ્વારા ગત સપ્તાહે સુરત(Surat) , અમદાવાદ (Ahmedabad), વડોદરા (Vadodara) અને રાજકોટના (Rajkot) 31 સ્થળોએ ચાલતા કોમ્પ્યુટર કોચિંગ કલાસીસ (Computer Coaching Classes) પર સામુહિક દરોડા (Raid) પાડવામાં આવ્યા હતા. આ કમ્પ્યુટર કોચિંગ ક્લાસીસમાંથી સ્ટુડન્ટ્સ ચોપડેથી ગાયબ કરી ટેક્સ ચોરીનો ગજબ ખેલ પકડાયો છે.
- GST કાંડ: શહેરનાં 24 કોમ્પ્યુટર કોચિંગ કલાસીસનાં માલિકો પાસેથી 2.75 કરોડની ટેક્સ ચોરીની વસુલાત
- SGST સુરત યુનિટમાં ટેક્સ ચોરી પકડાયા પછી જે ક્લાસિસ સંચાલકે ટેક્સ અને પેનલ્ટીની રકમ ન ભરી એમની પ્રોપર્ટી ટાંચમાં લેવાઈ
- સ્ટેટ જીએસટી વિભાગ આઇટી અને GST રિટર્ન ડેટાની તપાસ કરશે
- વિદ્યાર્થીઓની સંખ્યા જાણવા સીસીટીવીનાં DVR જપ્ત કરાયા
સાયન્સ(Science), કોમર્સ (Commerce) હાઈસ્કૂલથી લઈ કોલેજ(College), એન્જિન્યિરીંગ (Engineering) કોલેજ અને યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ (Student) પાસે તોતિંગ ફી (Fee) વસૂલી ટેક્સ નહીં ભરનાર (Tax Evasion) સુરતનાં 24, અમદાવાદના 04, રાજકોટના 02 અને વડોદરાનાં 01 મળી કુલ 31 કોમ્પ્યુટર કોચિંગ ક્લાસિસના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરત SGST વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, વિભાગે એસેસમેન્ટ કર્યા પછી અત્યાર સુધી કેટલાક ક્લાસિસ સંચાલકો પાસે 1.75 કરોડની ટેક્સ ચોરીની વસુલાત કરી છે. જે ક્લાસિસ સંચાલકે ટેક્સ અને પેનલ્ટીની રકમ ન ભરી એમની પ્રોપર્ટી ટાંચમાં લેવામાં આવી છે. આ સંચાલકોને કરચોરીની વસુલાત માટે ટાંચમાં લેવાયેલી મિલકતની હરાજીની નોટિસ આપવામાં આવશે.
બાકી ટેક્સની રિકવરી, દંડ અને પેનલ્ટીની વસુલાત માટે કેટલાક ક્લાસિસ સંચાલકોના ખાલી પ્લોટને એટેચ કરી લીધા છે. સુરતનાં 24 કોમ્પ્યુટર કોચિંગ કલાસીસનાં માલિકો – ભાગીદારોના આઇટી રિટર્નનો ડેટા મેળવી ચેક કરવામાં આવી રહ્યાં છે આઇટી અને GST રિટર્ન ડેટાની ક્રોસ ઇન્કવાયરી થઈ રહી છે.
જીએસટી અને આઇટીમાં કેટલી રકમ કેશ ઓન હેન્ડ દર્શાવાઇ હતી એની પણ તપાસ થઈ રહી છે એમાં કોઈ તફાવત જણાશે તો દંડ અને પેનલ્ટીની કાર્યવાહી કરવામાં આવશે. સ્ટેટ જીએસટી વિભાગે વિદ્યાર્થીઓની સંખ્યા જાણવા સીસીટીવીનાં DVR જપ્ત કર્યા છે.
આ સર્ચ ઓપરેશન દરમિયાન SGST વિભાગને તપાસ દરમ્યાન અંદાજિત રૂ. 20 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. આ પેઢીઓના હિસાબી સાહિત્ય, બેન્ક સ્ટેટમેન્ટ, લોકર,બેન્ક એકાઉન્ટ સિઝ કરી દેવામાં આવ્યા છે. અને ચકાસણીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સ્ટેટ જી.એસ.ટી વિભાગ દ્વારા માર્કેટ ઇન્ટેલિજન્સ તથા સિસ્ટમ બેઝ્ડ એનાલીસીસના આધારે સંશોધનની કાર્યવાહીના ભાગરૂપે તપાસ કરવામાં આવતા વિભાગને ધ્યાને આવ્યું હતું કે કોમ્પ્યુટર કોચિંગ કલાસીસના સંચાલકો દ્વારા જીએસટી કમ્પલાયન્સ યોગ્ય રીતે કરવામાં આવતું નથી તથા આ સેકટરમાં અપાતી સર્વિસ મુજબ વેરો ભરવામાં આવતો નથી.
જેથી વિભાગ દ્વારા કોમ્પ્યુટર મલ્ટીમીડિયા, એનિમેશન તથા અન્ય વિવિધ કોમ્પ્યુટર કોર્સિસના કોચિંગની સેવાઓ પૂરી પાડતા કુલ 15 પ્રાઇવેટ ક્લાસિસ ગ્રુપના કૂલ 31 સ્થળોએ ખાતે તપાસની કાર્યવાહી કરવામાં આવી હતી. સૌથી વધુ સુરતમાં 24 કોમ્પ્યુટર કોચિંગ કલાસીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
કોચિંગ ક્લાસીસ દ્વારા વિદ્યાર્થી, બેચની સંખ્યા અને ફીની રકમ છુપાવવામાં આવતી હતી
કોચિંગ કલાસીસ દ્વારા વિદ્યાર્થી- બેચની સંખ્યા અને ફીની રકમ છુપાવવામાં આવતી હોવાની શંકાનાં આધારે આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. SGST વિભાગની તપાસની કાર્યવાહીમાં આ કોમ્પ્યુટર કલાસીસ દ્વારા ક્લાઉડ બેઝ્ડ ERP સોફ્ટવેરમાં હિસાબો નિભાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે.
ચકાસણીમાં ધ્યાને આવ્યું છે કે, કોચિંગ કલાસીસ દ્વારા વિદ્યાર્થી તથા બેચની સંખ્યા તથા ફી રકમ છુપાવવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી ફી રોકડેથી વસૂલ કરી તેના ઉપર ભરવાપાત્ર વેરો ભરવામાં આવતો ન હોવાનું બહાર આવ્યું છે.