વલસાડ : વલસાડ (Valsad) પોલીસે પેટ્રોલિંગ (Police patrolling) દરમિયાન પારડી ચીવલ રોડ પરથી ચડ્ડી-બનિયાનધારી ગેંગને (Gang) પકડી પાડી છે. જેમણે વલસાડમાં ચોરીનો (Theft) પ્રયાસ અને પારડીમાં (Pardi) એક ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતુ. આ સિવાય તેમણે અન્ય રાજ્યમાં ૧૩ જેટલી ચોરી કરી હોવાનું પણ બહાર આવ્યું છે.
- ગેંગે વલસાડમાં એક ઘરફોડ ચોરી અને એક વખત ચોરીનો પ્રયાસ કર્યો હતો
- ચડ્ડી-બનિયાનધારી ગેંગે રાજ્યમાં ૧૩ ચોરી કરી હોવાનું બહાર આવ્યું
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ એલસીબીની ટીમે પારડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચિવલ રોડ પર હાથ ધરેલા પેટ્રોલિંગમાં એક સફેદ કલરની આર્ટિગા કાર (GJ-01-RD-9857) ને અટકાવી તેની જડતી લીધી હતી. જેમાં સવાર 7 મુસાફર પાસેથી લોખંડનું કટર અને એક વાંદરી પાનું મળી આવ્યું હતું. જેના પગલે તેમના પર શંકા જતા તેમની સઘન પૂછતાછ કરી હતી. જેમાં તેઓ ચડ્ડી-બનિયાનધારી ગેંગના હોવાનું બહાર આવ્યું હતું. વધુ પૂછતાછમાં તેમણે પારડીના બાલદા ગામે ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. અતુલ કોલોનીમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે તમામની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ
(૧) પ્યારસીંગ ડોંગરસીંગ અલાવા (ઉવ.૪૦ રહે, ગામ – કાકડવા, સ્કુલ ફળીયા તા.કુકશી જી.ધાર. મધ્યપ્રદેશ) (૨) સરમસીંગ ઉર્ફે શર્મા મંગુસીંગ મેહડા (ઉવ.૪૦ રહે, ગામ – દેવધા, માલપુરા તા. કુકશી જી.ધાર. મધ્યપ્રદેશ) (૩) ભિસન મંગુ મેહડા (ઉવ.૪૫ રહે. દેવધા, માલપુરા તા.કુકશી થાના-બાઘ જી.ધાર. મધ્યપ્રદેશ) (૪) મોહરસીંગ દીપલા બામનીયા (ઉવ.૨૫, રહે. ગામ – ભમોરી સાલેપાની તા.કુકશી જી.ધાર. મધ્યપ્રદેશ) (૫) રાઘુ તેરસીંગ મેહડા (ઉવ.૫૦ રહે. દેવધા, માલપુરા તા.કુકશી થાના-બાઘ જી.ધાર. મધ્યપ્રદેશ) (૬) કલમસીંગ રતનસીંગ મેહડા ઉવ.૩૫ રહે. દેવધા,માલપુરા તા.કુકશી થાના-બાઘ જી.ધાર. મધ્યપ્રદેશ) (૭) મોહબત મલસીંગ મેહડા (ઉવ.૨૦ રહે, ગામ-દેવધા, માલપુરા તા.કુકશી જી.ધાર. મધ્યપ્રદેશ)
રાજપીપળાના મહાકાલેશ્વર મંદિરના તાળા તૂટ્યા, 66 હજારની ચોરી
રાજપીપળા: રાજપીપળામાં સંતોષ ચોકડી મહાકાલેશ્વર મંદિરના તાળા તોડી ચોરો રૂ.૬૬,૫૦૦ની કિંમતના ચાંદીનો નાગ, પિત્તળના શીષની ચોરી કરી નાસી જતા મંદિરના પૂજારીએ રાજપીપળા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોધાવી છે.
મંદિરના પૂજારી પ્રવિણ ભીખાભાઇ મહીડાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.૨૪ મેના રોજ મહાકાલેશ્વર મંદિરના આગળના ભાગે આવેલી લોખંડની જાળીને મારેલા તાળા ચોરોએ તોડી નાખ્યા હતા, ચોરો મંદિરમાં ઘૂસીને ચાંદીનો નાગ જેનું વજન આસરે એકાદ કીલો કિંમત ૬૫,૦૦૦ તથા તાંબા-પિતળનું શીષ જેનું વજન આશરે એકાદ કીલો કિ.રૂ.૧૫૦૦ની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.