વડોદરા: વડોદરાના સૌથી લાંબા એવો પંડ્યા બ્રીજથી મનીષા ચોકડી સુધીના બ્રીજ ની કામગીરી હાલ ચાલુ છે. જે સપ્ટેમ્બર મહિના સુધી પૂર્ણ થશે તેવો પાલિકા તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ બ્રીજ શરુઆતથી જ વિવાદમાં રહ્યો છે. આ બ્રીજ બનતો હોવાથી પંડ્યા બ્રીજથી મનીષા ચોકડી સુધી સવારે અને સાંજે ઓફીસ અવર્સમાં ટ્રાફિક જ ટ્રાફિક દેખાય છે. પંડ્યા બ્રીજથી મનીષા ચોકડી સુધીના લાંબા બ્રીજની બાજુમાં આવેલ સર્વિસ રોડનીદિવસેને દિવસે હાલત કફોડી બનતી જાય છે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. સર્વિસ રોડ પર ખાડા ટેકરા ઉચો નીચો રોડ જોવા મળી રહ્યો છે. જેને લઈને શહેરીજનોને હાલાકીનો સમનો કરવો પડી રહ્યો છે. વડોદરાના સૌથી મોટો ગણાતો બ્રીજની કામગીરી ચાલતી હોવાથી સર્વિસ રોડની હાલત બિસ્માર બની છે.
સૌથી મોટા ગણતા બ્રીજની બાજુ પર આવેલ સર્વિસ રોડ એટલો ખાડા ખાબોચડા વાળો છે કે જો વડોદરા શહેરમાં એક ઇંચ પણ વરસાદ પડી જાય તો સર્વિસ રોડ છે કે સ્વીમીંગ પુલ તે વાહન ચાલકોને ખબર જ ન પડે તે માટે બ્રિજના કોન્ટ્રકટરની જવાબદારી હોય છે કે સર્વિસ રોડ પર રોડની સર્વિસ કરવાની પરંતુ રોડના કાર્યપાલક ઈજનેર રવી પંડ્યા દ્વારા જણાવ્યું હતું કે એમ.જી.વી.સી.એલ, ગેલ અને પાણી પુરવઠા શાખાએ ખોદેલા ખાડાને કારણે આ સર્વિસ રોડની હાલત બિસ્માર છે એટલે તેમને દોષનો ટોપલો બીજા પર ધોળે તેવો ઉડાઉ જ્બાવો જાણે કોન્ટ્રકટરને બચવા આપ્યા હોય તેવું લાગે છે.
શું પાલિકાના તંત્ર દ્વારા કોન્ટ્રકટરને બચવાનો લૂલો પ્રયાસ કર્યો હોય તેમ લાગી રહ્યું છે. જો આ સર્વિસ રોડ આવોને આવો જ રહ્યો તો ચોમાસામાં એકાદ ઈચવરસાદ પણ વરસી ગયો તો આ સર્વિસ રોડ પર પાણી ભરાય જશે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ પામશો નહિ. આમ વડોદરામાં લગભગ એકાદ બે ઇંચ વરસાદ પડે તો આખું વડોદરા પાણીમાં થઈ જાય છે આમ જો સર્વિસ રોડ પણ સર્વિસ કરવામાં નહી આવે તો સર્વિસ રોડ પાણીમાં બેસી જશે. જોકે કાર્યપાલક ઇજનેર રવિ પંડયાએ સર્વિસ રોડ પર ખોદેલા ખાડા મુદ્દે કોન્ટ્રાકટરને બચાવવા માટે ઉડાઉ જવાબ આપ્યો
MGVCL,ગેલ અને પાણી પુરવઠા શાખાએ ખોદેલા ખાડાને કારણે રોડ બિસ્માર થઇ ગયા
દરેક કંપની દ્વારા સર્વિસ રોડ પર કામગીરી કરવા માટે ખાડા ખોડેલ છે જેને લઈને જેતે અધિકારીઓ દ્વારા પણ આ સર્વિસ રોડ પર પણ કામગીરી કરી છે પણ ખાડામાં પુરણ વધારે કર્યું છે તેને કારણે રોડ ઉચો નીચો જોવા મળી રહ્યો છે. – રવિ પંડ્યા, કાર્યપાલક ઈજનેર (બ્રિજ શાખા)
આગામી સપ્ટેમ્બર, ઓક્ટોમ્બર મહિના સુધી બ્રિજની ચાલુ થઈ જશે
હજી ઘણી જગ્યા પર ગેસની લાઈનો અને ઘણી બીજી કામગીરી કરવાની બાકી છે જેને લઈને સર્વિસ રોડ પર પસાર થતા લોકોને હજી બે ત્રણ મહિના હાલાકીનો સામનો કરવો પડશે પછી વાહન ચાલક રોડની ઉપરથી કે નીચેથી બન્ને તરફ રોડ બની સેફ સાઈડથી જઈ શકશે. – કેયુર રોકડીયા, મેયર