સર્બિયાના ફૂટબોલ ખેલાડી એલેક્ઝાન્ડર પ્રિજોવિચે કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા કર્ફ્યુના નિયમોનો ભંગ કરવા માટે ઘરમાં જ ત્રણ મહિનાની કેદની સજા સંભળાવવામાં આવી છે.
સાઉદી અરેબિયાની અલ ઇતિહાદ ક્લબ વતી રમતાં 29 વર્ષના સ્ટ્રાઇકર પ્રિજોવિચે શનિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરાયેલી સુનાવણીમાં પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. પોલીસે પ્રિજોવિચ અને અન્ય 19 લોકોની શુક્રવારે એક હોટલના બારમાં ભેગા થઇને લોકડાઉનના નિયમનો ભંગ કરવા બદલ ધરપકડ કરી હતી. સર્બિયામાં સાંજે પાંચથી વહેલી સવારના પાંચ વાગ્યા સુધી લોકડાઉન જાહેર કરાયું છે. પ્રિજોવિચ આ આદેશનો ભંગ કરનારો સર્બિયાનો બીજો ખેલાડી છે. આ પહેલા રિયલ મેડ્રિડનો સ્ટ્રાઇકર લુકા જોવિચ પણ આ નિયમોનો ભંગ કરી ચુક્યો છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)