Charchapatra

આત્મનિર્ભર ભારત

આપણા દેશમાં પાછલા ઘણા સમયથી “આત્માનિર્ભર ભારત” ની ચર્ચાઓ ચાલે છે પણ ખરા અર્થમાં આપણે કેવી રીતે આત્મનિર્ભરતા મેળવીશું એ હજી ચર્ચાનો વિષય છે. જેમ કે આપણા રોજબરોજના જીવનમાં વપરાતી ઘણી ખરી વસ્તુઓ નેસલે, હિન્દુસ્તાન યુનિલીવર, કોલગેટ, જોકી ઇતિ યાદી બ્રાન્ડની છે અને બદનસીબે આમાંની એક પણ બ્રાન્ડ ઇન્ડિયાની નથી તો આવી પરિસ્થિતિમાં આપણે આત્મનિર્ભરતા મેળવીશું કેમ ની? એ એક મૂંઝવણ છે. જો કે આમાંથી નીકળવાનો એક સરળ રસ્તો છે જેમાં આપણે બધાએ આપણા રોજબરોજમાં વપરાતી વસ્તુઓની એક યાદી બનાવવી જોઈએ જેનાથી આપણને એ ખબર પડશે કે કઈ વસ્તુ મેડ ઈન ઇન્ડિયા છે ને કઈ વસ્તુ એક્સપોર્ટેડ છે. બસ પછી જે વસ્તુ બહારથી એક્સપોર્ટેડ હોઈ તેને આપણે બીજી વાર જયારે ખરીદી કરવા જઈએ ત્યારે મેડ ઈન ઇન્ડિયા વસ્તુથી બદલી નાખવી જોઈએ. આ સંપૂર્ણ પ્રકિયા મા આપણે દરેક વસ્તુને ધ્યાનથી જોવી અને પરખવી પડશે કેમ કે ઘણી વાર બહુ જ વપરાતી અને પ્રચલિત બ્રાન્ડ ઈંડિઅન હોતી નથી.હા આ પ્રોસેસમાં વાર લાગશે, પણ આપણે લાંબા ગાળાના અંતે આપણે સંપૂર્ણ આત્મનિર્ભરતા મેળવી શકીશું.
સુરત     – નીલ જીજ્ઞેશ બક્ષી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top