વડોદરા: વડોદરામા 23મીએ વડાપ્રધાન આવવાના છે ત્યારે વડોદરા પોલીસ એલર્ટ મોડ મા આવી ગઇ છે જે સ્થળે મોદી ની સભા યોજવાની છે મોટી સઁખ્યામા પોલીસ કાફલો જોવા મળ્યો હતો. અને મોદી જયારે વડોદરાની મુલાકાતે આવવાના છે ત્યારે કોઈ ગરબડ ન સર્જાય તેની પર બાજ નજર રાખી રહી છે. તેમજ રાત્રી પેટ્રોલિંગ પણ વધારી દેવામા આવ્યું છે
નવલખી મેદાન ખાતે 3 હેલિપેડ કેમ બનાવવામા આવ્યા તે પાછળ પણ મોદીની સુરક્ષાના કારણે બનાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે આપણા દેશ ના વડાપ્રધાન ત્રાસવાદીઓ ના ટાર્ગેટ પર છે ગમે ત્યારે કોઈ પણ ખૂણે થી તેમના પર હુમલો થઈ શકે છે.
આવી ખુપીયા જાણકારી બાદ મોદીની સુરક્ષા મા ધરખમ ફેરફારો કરી દેવાયા છે એક જાણકારી મુજબ અમેરિકન પ્રમુખની સુરક્ષા દુનિયાભરમા નંબર વન મનાય છે ત્યાર બાદ બીજા નંબરે ભારતના વડાપ્રઘાન આવે છે હાલ લગભગ અમેરિકન પ્રેસિડેન્ટ જેવી જ મોદી ની સુરક્ષા રાખવામા આવે છે. અને એટલે જ વડોદરામા 3 હેલિપેડ બનાવવામા આવ્યા છે. SPG સુરક્ષાના જાણકારો નું કહેવું છે કે મોદી નું હેલિકોપ્ટર જ્યાંથી ટેકઓફ કરે ત્યાંથી તેમની સાથે અન્ય 2 હેલિકોપ્ટર પણ ટેક ઓફ કરે છે.
આકાશ મા સંતાકૂકડી રમતા આ 3 હેલિકોપ્ટર માથી ક્યાં હેલિકોપ્ટરમા વડાપ્રધાન છે તે જાણવું મુશ્કેલ બની જાય છે અન્ય 2 હેલિકોપ્ટર મા 24 SPG ના ચુનંદા કમાન્ડો હોય છે જેઓ જમીન અને આકાશમા વડાપ્રધાન ની સુરક્ષાની જવાબદારી સંભાળતા હોય છે આ કમાન્ડો બહાદુર તો હોય જ છે પરંતુ માનસિક રીતે તેમનો આઈક્યુ સૌથી ઉંચો હોય છે કારણ કે આંખ ઝબકતા જ તે ભીડમાંથી શંકાસ્પદ ઈસમ ને ઝડપી પાડતા હોય છે. પીએમના પ્રવાસને લઈને સીએમ, ગૃહમંત્રી, ડીજીપી અને મુખ્ય સચિવને જાણકારી આપવા મા આવતી હોય છે ઈમરજન્સી માટે કન્ટીન્જેસી પ્લાન પણ તૈયાર કરવામાં આવે છે. એસએસપી પણ પીએમના કાફલાનો ભાગ હોય છે. એક વૈકલ્પિક રસ્તો પણ તૈયાર રાખવામાં આવે છે.
એસપીજીની સુરક્ષા વ્યવસ્થા કડક હોય છે. પરંતુ આમાં કેટલા જવાન હોય છે તેની સંખ્યા નક્કી નથી હોતી. ખતરાને ધ્યાનમાં રાખી તેમાં વધારો ઘટાડો કરવામાં આવે છે. એસપીજીનું બજેટ સતત વધી રહ્યું છે. 2014-15માં જ્યારે મોદી સરકાર આવી હતી. ત્યારે તેનું બજેટ 289 કરોડ રુપિયા હતુ. 2015-16માં આ વધીને 330 કરોડ રુ. થયુ. 2019-20માં આ 540.16 કરોડ રુપિયા થયુ. 2021-22માં એસપીજીનું બજેટ 429.05 કરોડ રુપિયા હતુ. પહેલા પૂર્વ પીએમ અને તેમના પરિવારને સુરક્ષા મળતી હતી. હવે માત્ર આ ખર્ચ પીએમ મોદીની સુરક્ષા માટે થઈ રહ્યો છે. એટલે કે પીએમ મોદીની સુરક્ષામાં 1.17 કરોડ દરેક કલાક 4.90 લાખ અને દરેક મિનિટે 8160 રુપિયાનો ખર્ચ થાય છે.
SPG કમાન્ડોરની સુરક્ષા 4 સ્તરની હોય છે. પહેલા સ્તરમાં SPGની ટીમની પાસે સુરક્ષાની જવાબદારી હોય છે. SPGના 24 કમાન્ડર પીએમની સુરક્ષામાં તૈનાત રહે છે. કમાન્ડોઝની પાસે એફએનએફ-2000 અસોલ્ટ રાઈફલ્સ હોય છે. સેમી ઓટોમેટિક પિસ્ટલ અને બીજી અત્યાધુનિક હથિયાર હોય છે. – પીએમમંત્રી બૂલેટ પ્રુફ કારમાં સવાર હોય છે. કાફલામાં 2 આર્મ ગાડીઓ ચાલે છે. 9 હાઈપ્રોફાઈલ ગાડીઓ ઉપરાંત એમ્બ્યુલન્સ અને જામર હોય છે.