વડોદરા : વડોદરાના મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ આવેલી પાયલ પાર્ક 1 ના રહીશોએ બીજી સોસાયટીમાં આરસીસી રોડની કામગીરી દરમિયાન તેઓની સોસાયટી તરફ ઢાળ આપતા ચાલી રહેલી રોડ બનાવવાની કામગીરી અટકાવી દેખાવો કરી કોર્પોરેશન સામે નારાજગી દર્શાવી હતી.
વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ આવેલી પાયલ પાર્ક 2 માં કોર્પોરેશન દ્વારા આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.આ રોડની કામગીરી દરમિયાન રોડ નો ઢાળ પાયલ પાર્ક સોસાયટી નંબર 1 તરફ આપતા અહીંના રહીશોએ શુક્રવારે તંત્ર સામે દેખાવો કરી કામગીરી બંધ કરાવી હતી.
પાયલ પાર્ક 1 ના રહીશોએ જણાવ્યું હતું કે અમે વીએમસી વિરુદ્ધ દેખાવ કરવા માટે બેઠા હતા. કારણ કે પાયલ પાર્ક 2 નો રોડ આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.જે રોડ નો ઢાળ અમારી સોસાયટી તરફ મૂક્યો છે.એના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન કર્યું છે અને કોર્પોરેશનના અધિકારીઓને અમે દસ વખત ટેલિફોનિક અને મેલ દ્વારા પણ જાણ કરી છે.
પરંતુ આજદિન સુધી અમારી વાત સાંભળવામાં આવી નથી અને એક તરફી નિર્ણય લઈને આ કામગીરી શરૂ કરી છે.જે કામને બંધ કરવા માટે અમે બેઠા હતા અને કોર્પોરેશનની આરસીસી રોડનો જે કોન્ટ્રાક્ટર છે તેનું કામ આજે બંધ કરાવી દીધું છે.
અમારી કોર્પોરેશનના અધિકારીઓને વિનંતી છે કે તમે જાતે અહીં સ્થળ પર આવો અને અમારી માંગણી છે એનો સંતોષ પૂર્વક જવાબ આપે. કારણ કે અમોને સોસાયટીના રહીશોને આગામી સમયમાં કોઈ તકલીફ ના પડે વરસાદી માહોલમાં એટલા માટે અમે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વરસાદી કાંસમાં પાણી જતું એ પણ પેક થઈ ગઈ છે.એના માટે પણ કોર્પોરેશને આયોજન કરવું પડે.એ પછીની વાત છે પણ તમે રોડ નો ઢાળ અમારી સોસાયટીમાં આપે તો સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે.હાલ માં અમારી સોસાયટીમાં વરસાદી માહોલમાં ઘૂંટણ સમા પાણી ભરાય જાય છે અને સોસાયટીમાં આવા જવા માટે પણ તકલીફ પડી રહી છે.