Sports

રેસલર બબીતા ફોગાટ માતા બની, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

ભારતીય ક્રિકેટર (INDIAN CRICKETER) વિરાટ કોહલીના ટ્વીટ બાદ સમગ્ર દેશમાં શુભેચ્છાનો દોર ચાલ્યો હતો. જો કે થોડા જ સમય બાદ વધુ એક ખુશ ખબર (GOOD NEWS) આવી છે. નચ બલિયે 9 માં જોવા મળેલી ભારતીય રેસલર બબીતા ​​ફોગાટના ઘરે પણ એક નાનો મહેમાન આવ્યો છે. બબીતા ફોગાટે છોકરાને જન્મ આપ્યો છે. હા, રેસલર બબીતા ​​માતા બની ગઈ છે. તેણે આ અંગેની માહિતી તેના સોશ્યલ મીડિયા (SOCIAL MEDIA) દ્વારા આપી છે, સાથે જ ભાઈએ પણ તેને શુભેચ્છા પાઠવી હતી.

બબીતા ​​ફોગાટે વર્ષ 2019 માં તેના બોયફ્રેન્ડ અને મંગેતર (FIANCE) સુહાગ સાથે નચ બલિયે 9 માં ભાગ લીધો હતો. આ શોમાં બંનેની યાત્રા લાંબી નહોતી. આ સિઝનની ટ્રોફી પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી જીતી હતી જ્યારે અનિતા હંસનંદની અને રોહિત રેડ્ડી શોના રનર્સ અપ હતા. બબીતા ​​અને સુહાગના શો પછી નવેમ્બર 2019 માં લગ્ન (MARRIAGE) થયા હતા. તે જ વર્ષે બબીતાએ ભાજપ વતી ચૂંટણી (ELECTION) લડી હતી, જે તે હારી ગઈ હતી. બબીતા ​​ફોગાટને ઉદ્યોગના મિત્રો અમિત પાંઘલ અને ચાહકો તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.

તેના મિત્ર (FRIEND) અને ભાઈ તરીકે પોતાને ગણતા અમિત પાંઘલ દ્વારા કરાયેલ ટ્વીટ (TWEET) માં જણાવાયું છે કે “બહન બબીતાના બેટા આવવા પર ખૂબ જ શુભેચ્છાઓ. ભગવાન માતા – દીકરાનું સ્વાસ્થ્ય જાળવે અને દીકરો વિશ્વમાં સુંદર નામ, અને ઘર ઘણી બધી ખુશીઓથી ભરપૂર કરે. અને બબીતાએ પોતે કરેલ ટ્વીટમાં જણાવાયું છે કે “અમારા નાના સોનશાઈન (SON SHINE)ને મળો.” “સપનામાં વિશ્વાસ કરો; તેઓ સાચા થાય છે. અમારૂ સ્વપ્ન સુંદર બ્લુ ડ્રેસમાં આવ્યું છે ! ”

મહત્વની વાત છે કે દંગલ (DANGAL)ગર્લ્સ તરીકે ઓળખાતી બે બહેનો ગીતા અને બબીતા તેમના જીવન ચરિત્ર દંગલ ફિલ્મ અને તેમના ખેલ જગતમાં ગોલ્ડ મેડલથી પહેલાથી જ જાણીતી હતી ત્યાં બબીતાએ નચ બલિયેમાં પણ એક જિમનેસ સ્ટાઇલમાં આપેલા પર્ફોમન્સથી પણ પ્રેક્ષકોમાં એક જગ્યા બનાવી હતી. જો કે કિસાન આંદોલનમાં પણ તેના દ્વારા આવેલા નિવેદનો ચર્ચામાં રહ્યા હતા. ત્યારે હાલ તો તેના આ સમાચાર સોસ્યલ મીડિયામાં એક સાથે બે ખુશ ખબરનું માધ્યમ બન્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top