National

ગૂગલે શા માટે ભારતને આપી ચેતવણી: જાણો કઈ બાબત ને લઈ થશે નુકશાન

નવી દિલ્હી : સર્ચ એન્જીન (Search Engine) ગુગલનો (Google) ભારતમાં બહોડો વ્યાપ છે. બીજી તરફ તેના સી.ઈ.ઓ સુંદર પીચાઈ (Sundar Pichai) ભારતમાં રોકાણ માટેની મોટો મોટી યોજનાઓને લઇને પણ ખુબ તત્પરતા ધખાવે છે અને ભારતને ટેક્નોલોજીનું ભવિષ્ય ગણી રહ્યા છે તો બીજી તરફ ગુગલ ભારતને ડીજીટાલીકરણના નુકશાનને લઇને ભારતને ચેતવણી પણ આપી રહી છે.આવી બેવડી નીતિને લઇ હવે ભારત સરકાર વિમાસણમાં મુકાઈ ગઈ હોઈ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.તો હવે જાણીયે વિસ્તાર પૂર્વક ગુગલના આ બેવડા માપદંડો શું છે.

  • ગૂગલની આવી બેવડી નીતિને લઇ હવે ભારત સરકાર વિમાસણમાં મુકાઈ
  • દંડ ફટકારવા બદલ ગૂગલે ભારત સરકાર પર તાક્યું નિશાન
  • ભારત તકનીકીની સમસ્યાઓ ઘટાડવા માટે નવા વિકલ્પોની શોધ કરવી પડશે.

દંડ ફટકારવા બદલ ગૂગલે ભારત સરકાર પર તાક્યું નિશાન
ગૂગલે તેના પ્રતિસ્પર્ધા નિયામક પદના કથિત રીતે દુરુપયોગ કરવા માટે તેના પર દંડ લાદવા બદલ સ્પર્ધા નિયમનકારની ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે તે ભારતમાં ડિજિટાઇઝેશનને નુકસાન પહોંચાડશે અને કિંમતોમાં વધારો પણ કરશે. અને આ સાથે જ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ ગૂગલ પર કુલ 2,200 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો હતો.આજ કારૅણેથી નારાજ થયેલા ગૂગલે દંડ ફટકારવા બદલ ગૂગલે ભારત સરકાર દંડ ફટકારવા બાદલ નિશાન તાક્યું હતું.

દેશે નવા વિકલ્પો શોધવાની જરૂર છે
વચગાળાની રાહત મેળવવામાં નિષ્ફળ અમેરિકાની ટેક્નોલોજી કંપનીએ એક બ્લોગમાં લખ્યું હતું કે આ આદેશથી દેશના ડિજિટલ વાતાવરણને નુકસાન થશે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત એક એવા તબક્કે છે જ્યાં તકનીકીની સમસ્યાઓ ઘટાડવા માટે નવા વિકલ્પોની શોધ કરવી પડશે. એવા સમયે જ્યારે ભારતની માત્ર અડધી વસ્તી ડિજિટલ રીતે જોડાયેલી છે, ત્યારે સીસીઆઈના આદેશમાં જે દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે, તે જ કારણે દેશના ડિજિટાઇઝેશનને વેગ મળ્યો છે.

Most Popular

To Top