મહેસાણા : રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે મહેસાણા (Mahesana) જિલ્લાના બેચરાજી તાલુકાના આસજોલ, રૂપપુરા અને રાંતેજ પ્રાથમિક શાળાના બાળકોનું (Children) નામાંકન કરાવવા સાથે શાળા (School) પ્રવેશોત્સવનો આરંભ કરાવ્યો હતો. વાઘાણીએ મહેસાણામાં કહ્યું હતું કે, કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના માધ્યમથી આજે રાજ્યમાં શૈક્ષણિક વિકાસમાં ક્રાંતિ આવી છે. ગુણવત્તાલક્ષી શિક્ષણથી આજે સમાજનો બાળક મુખ્ય પ્રવાહમાં આવ્યો છે. શિક્ષણથી સમાજમાં આમુલ પરિવર્તન લાવવાનો કાર્યક્રમ એટલે શાળા પ્રવેશોત્સવ તેમ જણાવી સમાજના છેવાડાના માનવીમાં શિક્ષણ માટે વાતાવરણ ઉભુ થયું છે તેમ મંત્રીએ જણાવ્યુ હતું.
બેચરાજીમાં શાળા પ્રવેશોત્સવનો આરંભ કરાવતા વાઘાણી
By
Posted on