આપણા બહુમતવાદી રાજકારણને જવા માટે બે દિશા છે. મેં ઘણા વખતથી વિચાર્યું છે કે તેનો આખરી મુકામ કયાં છે પણ તેની વાત પછી, પણ આપણે પહેલાં બીજા વિકલ્પનો વિચાર કરીએ. નેશનલ લો સ્કૂલના ભૂતપૂર્વ વડા પ્રો. મોહન ગોપાલે ન્યાયતંત્ર વિશે વકતવ્ય આપતી આ વાત કરી હતી. ‘લાઇવ લો’ એ તેમના પ્રવચનનો હેવાલ આપતાં શીર્ષક બાંધ્યું હતું. બંધારણને બદલે ધર્મ પોથી કાયદો શોધતા ધર્મસત્તાનશીન ન્યાયાધીશોની સંખ્યા વધી. આ પ્રવચન તા. 22મી ફેબ્રુઆરી, 2023ના રોજ થયું ત્યાં સુધી 2004થી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની થયેલી નિમણૂકનો તલસ્પર્શી અભ્યાસ કરી તેમણે આ પ્રવચન આપ્યું હતું. આ સમયગાળા દરમ્યાન કુલ 111 ન્યાયાધીશોની નિમણૂક થઇ હતી અને તેમાંથી 56ની યુ.પી.એ.ના દાયકામાં થઈ હતી અને બાકીના 55ની હાલની ભારતીય જનતા પક્ષની સરકારમાં ન્યાયાધીશોએ શું અસર પાડી હતી કે તેઓ પક્ષપાતી હતા કે નહીં તેની તેમણે છણાવટ કરી હતી.
પ્રો. ગોપાલ કહે છે કે પક્ષપાતી ન હતા. તેનો નિર્ણય તેમના વ્યકિતગત અર્થઘટનથી થઇ શકે. યુ.પી.એ. સરકારના રાજમાં છ ન્યાયાધીશો બંધારણવાદી હતા અને બંધારણ સિવાય બીજે કયાંય કાયદા માટે નજર નાંખતા ન હતા. એન.ડી.એ. સરકારમાં આવા ન્યાયાધીશોની સંખ્યા વધી નવ થઇ. હિંદુ શાસ્ત્રોમાંથી કાયદો શોધનારા ન્યાયાધીશો યુ.પી.એ. સરકારમાં કોઇ ન હતા જયારે એન.ડી.એ. સરકારમાં આવા ન્યાયાધીશોની સંખ્યા વધીને નવ થઇ હતી. તેમણે બંધારણની બહાર નજર નાંખી ધર્મમાંથી કાયદો શોધ્યો હતો. આવા પાંચ ન્યાયાધીશો હજી સેવારત છે. અયોધ્યા અને હિજાબના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આધાર ધર્મગ્રંથોમાંથી લેવામાં આવ્યો છે.
પ્રો. ગોપાલને લાગે છે કે 2047 સુધીમાં બે તબક્કામાં હિંદુ રાષ્ટ્ર ઉદ્ભવશે. 1. બંધારણ બહાર નજર નાંખી ધાર્મિક આખા હિંદુ રાષ્ટ્રને બંધારણને ઉથલાવીને નહીં, પણ બંધારણને હિંદુ દસ્તાવેજ ગણી તે જો તેનું અર્થઘટન કરવાથી આવશે. હિજાબ ચુકાદો આવું એક ઉદાહરણ છે. તેમાં લખ્યું છે કે ધર્મ બંધારણને લાગુ પડે છે કારણ કે બિનસાંપ્રદાયિકતા માટે આમુખમાં ધર્મનિરપેક્ષ નહીં પણ પંથનિરપેક્ષ એટલે કે સંપ્રદાય નિરપેક્ષ જેવો હિંદી શબ્દ વપરાયો છે. મતલબ કે બંધારણ ધર્મનિરપેક્ષ નથી, પણ ધર્મ પોતે જ એટલે કે સનાતન ધર્મ છે.
ચુકાદો કહે છે કે બંધારણમાં વપરાયેલો શબ્દ પંથનિરપેક્ષ ધર્મ અને પંથ વચ્ચેનો તફાવત બતાવે છે. પંથ એટલે કે સંપ્રદાય કોઇ ચોક્કસ પ્રકારના પૂજા કે ઇશ્વરનું પ્રતીક છે જયારે ધર્મ કુદરતના નિયમોની જેમ કયારેય નહીં બદલાઇ શકતાં શાશ્વત મૂલ્યોનું પ્રતીક છે. ધર્મ પ્રજા એટલે કે નાગરિકો અને સમાજના ઉત્કર્ષને કેન્દ્રમાં રાખે છે. આમ બંધારણના કાયદા ધર્મ છે, કર્ણાટકની શાળાઓમાં હોમ કરવાની છૂટ છે પણ હિજાબની નહીં કારણ કે હિજાબ ધાર્મિક છે પણ હોમ મનુષ્ય જાતના લાભાર્થે ખુદ ધર્મ છે.
પ્રો. ગોપાલ કહે છે કે બંધારણવાદી ન્યાયાધીશોની સંખ્યા એન.ડી.એ. સરકાર થયેલો વધારો કેમ થયો છે? ભારતીય જનતા પક્ષ દેશને કયા મર્ગે લઇ જવા માંગે છે તેના પ્રત્યે કોલેજીયમ એવા નથી. ન્યાયાધીશોની વરણીના મામલે સરકાર અને કોલેજીયમ વચ્ચેના સંઘર્ષમાં પ્રતિકાર ડોકાઇ રહ્યો છે. તેમણે અન્ય બે મુદ્દાઓ સ્પષ્ટ કર્યા છે. 1. સમાનતા, બિનસાંપ્રદાયિકતા, ગૌરવ વગેરે જેવાં મૂલ્યો પર ભાર મૂકતા બંધારણમાં દેશના અલ્પ જનતંત્રના શાસકોને વિરોધ દેખાઇ રહ્યો છે. પાકિસ્તાનમાં તો અલ્પ જનશાહી અને બંધારણ એકમેકના ખોળામાં બેઠા છે જયારે ભારતમાં તો ખુદ બંધારણ અલ્પજનશાહીનો વિરોધ કરે છે. આથી ભારતીય જનતા પક્ષની શકિત અહીં જ કેન્દ્રિત થઇ છે.
છેલ્લે: ન્યાયતંત્રની ગરદન પકડવાનું સહેલું થઇ પડયું છે કારણ કે ધર્મ, જ્ઞાતિ, જાતિ કે પ્રદેશની દૃષ્ટિએ તેમાં કોઇ વૈવિધ્ય નથી રહ્યું. મોટે ભાગે ઉપલા વર્ણના હિંદુ પુરુષોથી બનેલા ન્યાયતંત્રે આ યોજનાને આગળ વધારવામાં મદદ કરી છે. પ્રો. ગોપાલ કહે છે તાહીદનું ધ્યેય ન્યાયાધીશી નિમણૂકોમાં કોલેજીયમને સરકારની દખલથી બચાવવાનું હોવું જોઇએ. મારા મતે હાલનો બહુમતીવાદ આંતરિક સુધારા પર ધ્યાન આપવાને બદલે લઘુમતીને નજરમાં રાખી પજવણી કરે છે. પ્રો. ગોપાલે અયોધ્યા અને હિજાબનો દાખલો આપી પોતાની વાતને પુષ્ટિ આપી છે. તેઓ સાચા છે એમ ધારી લઇએ તો ન્યાયાધીશી પુનરાર્થઘટનથી બનેલ હિંદુ રાષ્ટ્ર પણ જ્ઞાતિ,ચતુવર્ણ જેવી બાબતમાં રાચશે અને તેનાથી મોટો ભૂકંપ સર્જાશે. પ્રો. ગોપાલ પોતાના અભ્યાસમાંથી લઘુમતીઓની પજવણીની બાદબાકી નથી કરતા, પણ તેઓ બીજા તત્ત્વનો ઉમેરો કરે છે જેની મેં હજી વિચારણા કરી જ નથી. યુ ટયૂબ પર તેમનું પ્રવચન સાંભળો, સમજો અને ચર્ચા કરો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.