દુબઇ : વિશ્વમાં ઘણી ઉંચી ઓમરાતો છે. આ ઇમારતોના ઇન્ફ્રાસ્ટ્રક્ચકર્સ અને તેની ખાસિયતો પણ જગ પ્રસ્સિદ્ધ છે.ત્યારે હવે સાઉદી અરેબિયા (Saudi Arabia) દુબઈના (Dubai) બુર્જ ખલીફાને (Burj Khalifa) પાછળ છોડી દેવાની તૈયારી કરી રહ્યું છે જે વિશ્વની સૌથી ઊંચી ઈમારત છે. સાઉદી અરેબિયન પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ એક મેગા ટાવર (Mega Tower) બનાવવાની યોજના બનાવી રહ્યું છે જે બુર્જ ખલીફાની ઊંચાઈથી બમણી હશે. કહેવામાં આવી રહ્યું છે કે આ મેગા ટાવર 2 કિલોમીટર ઉંચો હશે. જે આખા શહેરના કોઈપણ ખૂણામાંથી જોઈ શકાશે.હાલ આ બિલ્ડીંગ બનવવાની યોજનાઓની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
વિશ્વની કેટલીક અગ્રણી આર્કિટેક્ટ કંપનીઓ પણ સામેલ
વિશ્વ પ્રસ્સિદ્ધ ઇમારત બુર્જ ખલીફાની ઊંચાઈ 828 મીટર છે. અહેવાલો અનુસાર, મેગા ટાવર બનાવવા માટે ડિઝાઈન સ્પર્ધા ચાલી રહી છે જેમાં ભાગ લેવા માટે મોટી ફી 1 મિલિયન ડોલર નક્કી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિશ્વની કેટલીક અગ્રણી આર્કિટેક્ટ કંપનીઓ પણ સામેલ છે જેમને વિશ્વભરમાં ઘણા મેગાટાવર બનાવવાનો અનુભવ છે.
મેગા ટાવર ક્યાં બનશે?
ઇમારત બનાવવાની જાહેરાત થતાની સાથે લોકોમાં હવે ઉત્સુકતા જાગી છે કે આ મેગા ટાવર ક્યાં બનશે? તો અપને જાણવી દઈએ કે આ મેગા ટાવર રાજધાની રિયાધના ઉત્તરીય વિસ્તારમાં 18 કિલોમીટર પહોળા વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટમાં બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોના જણાવ્યા અનુસાર, તેને બનાવવામાં લગભગ 5 અજબ ડોલરનો ખર્ચ થશે.
સાઉદી અરેબિયા શું ઈચ્છે છે? અને ટાવર બનાવવાની ટાઈમલાઈન શું હશે ?
આ ટાવર બનાવવા પ્રોજેક્ટ સાઈટ કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટની પશ્ચિમે સ્થિત છે. એરપોર્ટના વિસ્તરણની યોજના તાજેતરમાં જાહેર કરવામાં આવી હતી. તેને કિંગ સલમાન ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવશે અને તે વર્ષ 2030માં તૈયાર થઈ જશે. મુસાફરોની સંખ્યાના સંદર્ભમાં વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ હશે એવું માનવામાં આવે છે કે સાઉદી અરેબિયા તેના વિઝન 2030 પર કામ કરી રહ્યું છે જેના હેઠળ દેશમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ પૂર્ણ થશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન આ પ્રોજેક્ટ્સ દ્વારા દુબઈ સાથે સ્પર્ધા કરવા માંગે છે.