સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં ગીરીમથક સાપુતારામાં આવેલા નોટિફાઇડ એરિયા કચેરી દ્વારા માલેગાવ નાકા તથા નાસિક રોડ નાકા પરથી પસાર થતા વાહન (Vehicle) ધારકોને જણાવાયુ છે કે, ચાલુ ચોમાસાની ઋતુ દરમ્યાન થયેલા ભારે વરસાદના કારણે માલેગાંવ ઘાટ માર્ગના રસ્તાને ઘણુ નુકશાન થતા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ દરમ્યાન નોટિફાઇડ એરિયા કચેરી, સાપુતારા હસ્તકના માલેગાંવ નાકા તથા નાસિક રોડ પરથી પસાર થતા તમામ વાહન ધારકોને ટોલટેક્ષ (Toll Tex) આપવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોવાથી બન્ને નાકા પરથી પસાર થતા વાહન ધારકોને કોઈપણ પ્રકારનો ટોલટેક્ષ આપવાનો રહેતો નથી.
- સાપુતારાના માલેગાવ તથા નાસિક રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ટોલટેક્ષમાંથી મુક્તિ
- વરસાદના કારણે માર્ગોને નુકશાન થતા તમામ વાહન ચાલકોને ટોલટેક્ષ આપવામાંથી મુક્તિ આપવામાં આવી
આ ઉપરાંત સાપુતારા ખાતે આવતા નાના વાહનોની સંખ્યામા પણ ઘટાડો થયો છે. નોટિફાઇડ એરિયા કચેરી, સાપુતારા હસ્તકના માલેગાંવ નાકા તથા નાસિક રોડ પરથી પસાર થતા વાહનોની સંખ્યામાં ઘટાડો થયો હોવાથી ઇજાદારને આર્થિક નુકશાન થયુ છે. ઇજાદારને થયેલા નુક્શાનને ધ્યાનમાં લઈ તા.૦૩/૦૮/૨૦૨૨ ના રાત્રિના ૧૨:૦૦ કલાકથી તા.૦૨/૦૯/૨૦૨૨ ના ૨૩:૫૯ કલાક સુધી ઇજાદારને ટોલટેક્ષ વસુલવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોવાથી તા.૦૩/૦૮/૨૦૨૨ ના રાત્રિના ૧૨:૦૦ કલાકથી તા.૦૨/૦૯/૨૦૨૨ ના ૨૩:૫૯ કલાક દરમ્યાન નોટિફાઇડ એરિયા કચેરી, સાપુતારા હસ્તકના માલેગાંવ નાકા તથા નાસિક રોડ પરથી પસાર થતા તમામ વાહન ધારકોને ટોલટેક્ષ આપવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોવાથી બન્ને નાકા પરથી પસાર થતા વાહન ધારકોને કોઈપણ પ્રકારનો ટોલટેક્ષ આપવાનો રહેતો નથી. જેની નોંધ લેવા સાપુતારા નોટીફાઇડ કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.
ડાંગ જિલ્લામાં નારી વંદન ઉત્સવનાં પ્રથમ દિવસે યોજાયો મહિલા સુરક્ષા દિવસ
સાપુતારા 02-08-2022 રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ યોજાઈ રહેલા ‘નારી વંદન ઉત્સવ’ કાર્યક્રમના પ્રથમ દિવસે આહવા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામા આવી હતી.આહવાની નર્સિંગ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમા ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત તજજ્ઞો દ્વારા કાયદાકીય માર્ગદર્શન પૂરુ પડાયુ હતુ.જેમા દહેજ પ્રતિબંધક અધિકારી એસ.ડી.સોરઠીયા દ્વારા કાયદાકીય વિષયે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.સાથે 181-અભયમ : મહિલા હેલ્પલાઇન દ્વારા ડેમો એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામા આવી હતી.
દરમિયાન મહિલાલક્ષી ચાલતી વિવિધ યોજનાઓ અને સેન્ટરો વિષેની માહિતી પણ સંબંધિતો દ્વારા પુરી પડાઈ હતી.એલ.સી.બી.ના પી.એસ.આઇ. જે.એસ.વળવી દ્વારા સાઇબર ક્રાઈમ વિશે મહિલાઓને ઉપયોગી ટીપ્સ પુરી પાડવામા આવી હતી.સાથે પોલીસ વિભાગ દ્વારા સ્વબચાવ સુરક્ષા નિર્દેશન અંગે સ્વ રક્ષણના દાવ કરીને, નિદર્શન પણ રજૂ કારવામા આવ્યુ હતુ. કાર્યક્રમના ભાગરૂપે બેટી બચાવો, બેટી પઢાવો વિષયક શપથ પણ લેવડાવાયા હતા.આ કાર્યક્રમમા અધ્યક્ષ તરીકે આહવા તાલુકા પંચાયત પ્રમુખ કમળાબેન એચ. રાઉત, ડી.વાય.એસ.પી.જે.જે ગામીત, દહેજ પ્રતિબંધક અધિકારી એસ.ડી. સોરઠીયા, પી.એસ.આઈ.જે.એસ વળવી, ૧૮૧-અભયમ હેલ્પ લાઇનના કાઉન્સેલર, તથા સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા શક્તિ કેન્દ્ર, PBSC તેમજ નર્સિંગ કોલેજની વિધ્યાર્થીનીઓ સહભાગી બની હતી.