સાપુતારા: (Saputara) રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં (Dang District) દીપડાઓની (Panther) ચહલ પહલનો નિત્યાક્રમ રોજબરોજની જોવા મળી રહી છે. ડાંગ જિલ્લાનાં દક્ષિણ ડાંગ વન વિભાગમાં સમાવિષ્ટ ગામડાઓમાં હાલનાં તબક્કે દીપડાઓની અવર જવર વધી ગઈ છે. ડાંગ જિલ્લાનાં જંગલોમાંથી શિકારની (Hunt) શોધમાં ભટકતા ખુંખાર દીપડાઓ હાલમાં માનવ વસ્તી (Human Population) તરફ નીકળી આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
- સાપુતારા ઘાટમાં ધોળા દિવસે દીપડો સંરક્ષણ દીવાલ પર આરામ ફરમાવતો દેખાયો
- દીવાલ ઉપર એક ખુંખાર દીપડો બેઠલો વાહનચાલકોને નજરે પડતા તેઓએ આ દીપડાનો વીડિયો મોબાઈલમાં શૂટ કર્યો
- આ દીપડાએ આજદિન સુધીમાં અવર જવર કરતા વાહનચાલકો કે રાહદરીઓ પર હુમલો કર્યો નથી
આજે શામગહાનથી સાપુતારાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં મંદિર પાસે ધોળા દિવસે સંરક્ષણ દીવાલ ઉપર એક ખુંખાર દીપડો બેઠલો વાહનચાલકોને નજરે પડતા તેઓએ આ દીપડાનો વીડિયો મોબાઈલમાં શૂટ કર્યો હતો. સાપુતારા ઘાટમાર્ગમાં આરામથી બેઠેલો દીપડો જોવા મળતા પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે સાપુતારા ઘાટમાર્ગમાં શિકારની શોધમાં કાયમ માર્ગ પરથી પસાર થતા આ દીપડાએ આજદિન સુધીમાં અવર જવર કરતા વાહનચાલકો કે રાહદરીઓ પર હુમલો કર્યો નથી.
ડાંગ દરબાર સંભવિત તા.2 થી 6 માર્ચ સુધી હોળી પહેલા યોજાશે
સાપુતારા : ડાંગ જિલ્લા કલેક્ટર ધર્મેદ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં ડાંગ જિલ્લાના રાજવીઓ સાથે ડાંગ દરબાર-2023નાં આયોજન અંગે બેઠક યોજાઇ હતી. ડાંગ દરબારનો મેળો પરંપરાગત રીતે દર વર્ષે યોજવામા આવે છે. આ મેળો હોળીના પાંચ દિવસ પહેલા યોજવામાં આવે છે. ડાંગ દરબારનું ઉદ્ધાટન રાજ્યપાલના હસ્તે કરવામાં આવે છે. રાજ્યપાલ દ્વારા ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓનું સન્માન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ડાંગ દરબાર યોજવા અંગે તંત્ર દ્વારા આયોજનની બેઠક બોલાવવામાં આવી હતી.
જેમા સંભવિત તા.2 થી 6 માર્ચ સુધી હોળી પહેલા ડાંગ દરબાર યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડમાં યોજાયેલી બેઠકમાં નાયબ દંડક વિજય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત, અધિક નિવાસી કલેક્ટર પી.એ.ગાવીત, પ્રાંત અધિકારી એસ.ચૌહાણ, રાજવી કિરણસિંગ યશવંતરાવ ગાઢવી, તપતરાવ આનંદરાવ દહેર, છત્રસિંહ ભવરસિંહ લીંગા, ધનરાજસિંહ ચંદ્રસિંહ વાસુર્ણા, ત્રીકમરાવ સાહેબરાવ પીંપરી, તેમજ આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદભાઇ, ઉપ સરપંચ હરિરામભાઇ ઉપસ્થિત રહ્યા હતા.