સંતરામપુર : સંતરામપુર નગરમાં કોરોનાનો કેહર વધી રહેલ છે તે ને અટકાવવા માટેના પ્રયાસોને આયોજન મહિસાગર જીલ્લા વહીવટીતંત્રને નગરપાલિકા સંતરામપુર દ્વારા અને સ્થાનિક તંત્ર દ્વારા કરાય તે જરુરી છે.
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાંની એક કોરોના ગ્રસ્ત મહીલા દર્દીનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મોત તાજેતરમાં નીપજ્યું હતું. એક કોરોનાગ્રસ્ત પુરુષ દર્દીનું વડોદરામાં સારવાર દરમ્યાન તાજેતરમાં મોત થયું છે.
સંતરામપુર નગરમાં આવેલ બેંક ઓફ બરોડા (દેના બેંક)શાખાના એક પુરુષ કર્મચારીને પણ કોરોનાનો પોઝીટીવ રીપોર્ટ આવતાં તે સારવાર હેઠળ છે. સંતરામપુર તાલુકાનાં એનદ્ગરા ગામે પણ કોરોનાના કેસ જોવા મળે છે. નગરમાં કોરોનાની મહામારીને કારણે સ્થાનિક તંત્રને નગરપાલિકાનું તંત્ર કોરોનાનુ સંક્રમણ ફેલાય નહીં તે માટે સક્રિયતા દાખવે તે જરુરી છે તેમ જણાઇ રહ્યું છે.
મહિસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીઓ બાદ ફરી કોરોનાના પોઝીટીવ એકટીવ કેસોમાં ઉતરોતર ધીમી ગતિએ વધારો થતો જોવા મળી રહ્યો છે. મહિસાગર જિલ્લામાં તા. 03.03.2021થી તા.16.3.2021 સુધીમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસો 72 નોંધાયા છે. આમ મહિસાગર જિલ્લામાં દિન પ્રતિદીન કોરોનાના પોઝીટીવ એકટીવ કેસોમાં વધારો થતો જોવા મળે છે.
અગાઉ સંતરામપુર તાલુકા મથકે આવેલ સરકારી સ્ટેટ હોસ્પીટલ સંતરામપુરમાં આવેલ નર્સીંગ સ્કુલ બિલ્ડીંગમાં કોરોનાના દદીંઓની સારવાર માટે કોવિડ.19 સેન્ટર શરુ કરાયું હતું જે હાલમાં બંધ કરેલ હોવાથી કોરોનાના દદીંઓને સારવાર માટે લુણાવાડા સરકારી કોટેજ હોસ્પીટલમાં દાખલ કરાય છે.
ત્યારે સંતરામપુર તાલુકાનાંને કડાણા તાલુકાનાને નગરપાલિકા સંતરામપુર વિસ્તારના કોરોનાના દદીંઓને સારવાર માટેની સુવિધા તાલુકા મથકે આવેલ સરકારી સ્ટેટ હોસ્પીટલ સંતરામપુરમાં મળી રહે તે માટે કોવિડ 19 સારવાર કેન્દ્ર હાલની પરીસ્થિતિને ધ્યાને લઈને કાર્યરત કરાય તેવી માંગ ઉઠી છે.