વડોદરા: વાસણા રોડ પરની સોસાયટીમાં એનઆઇઆર દંપતીને રિવોલ્વરની અણીએ બંદક બનાવી 41 તોલા સોના સહિતની રોકડની લૂંટની સનસનાટી મચી ગઇ હતી. જેમાં પોલીસે 7 આરોપીઓને પકડી જેલના હવાલે કર્યા છે. જ્યારે 4 વોન્ટેડે છે. મુખ્ય સૂત્રધાર તરીકે ભૂમિક ભજવનાર સંગીતાબેન સાવકા પુત્ર અને જમાઇની ગોત્રી પોલીસે કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ દોઢ મહિના બાદ અટકાયત કરાઇ છે.
હવે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે. દોઢ મહિના પહેલા વાસણા રોડ પર આવેલી મુદ્રા સોસાયટીમાં રહેતા એનઆઇઆર દંપતીને રિવોલ્વરની અણીએ બંધ બનાવી મારમારી 41 સોના અને રોકડ રકમ મળીને 16.32 લખની માલમત્તાની લૂંટ ચલાવી ત્રણ લુટારુ ફરાર થઇ ગયા હતા. જેમાં ગોત્રી પોલીસ બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચ સોંપાતા ત્રણ લુટારી નહી પરંતુ આખી ટોળકી ગુનાને અંજામ આપ્યો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચે સાત જેટલા આરોપીઓ જેલભેગ કર્યા છે. જ્યારે હજુ ચાર ફરાર છે.
લૂંટમાં મુખ્ય સૂત્રધાર તરીકે ભૂમિકા ભાજપના કોર્પોરેટર સંગીતાબેન પટેલના સાવકા પુત્ર મુકેશ ઉર્ફે બિટ્ટુ રજનીકાંત પટેલ અને જમાઇ ઉમેશ ર્ફે યોગેશ ઉર્ફે રાજુ રાજેશ સિંહાનું નામ બહાર આવી હતી. બંને પોલીસે વોન્ટેડ જાહેર હતા. દરમિયાન પહેલા બિટ્ટુ પટેલ અને યોગેશ સિન્હાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જોકે બંનેની આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો. જે બાદ બંને સાળા અને બનેવી ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગોઠવણ કરીને હાજર થઇ ગયા હતા. આગામી દિવસોમાં કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.