SURAT

‘અમે તાપીમાંથી રેતી કાઢીએ તેની ફરિયાદ કરે છે’, એમ કહી સુરતના યુવકને રેતીચોરોએ ફટકાર્યો

સુરત: (Surat) શહેરના નાનપુરા ખાતે રહેતા અને તાપી (Tapi) કિનારે મજુરી કામ કરતા શ્રમિકને ચાર રેતી ચોરોએ (Sand Thief) અમારી ફરિયાદ ખાણ ખનીજમાં અને પોલીસમાં (Police) ફરિયાદ કેમ કરો છો તેમ કહીને માર માર્યો હતો. અડાજણ પોલીસે ચારેય રેતી ચોરો સામે ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.

  • નાનપુરાના ખંડરાવપુરા ખાતે રહેતા દિવ્યેશ નવસારીવાલાને રેતીચોરોએ માર્યો
  • દિવ્યેશ બાઈક પર જતો હતો ત્યારે ઘેરીને કટર અને બેટથી માર્યો
  • પાલના રેતીચોર ડાહ્યા રેતીવાલા અને તેના સાગરીતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ

નાનપુરા ખંડરાવપુરા ખાતે રહેતા 36 વર્ષીય દિવ્યેશ ઉર્ફે કાલુ રમેશભાઈ નવસારીવાલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ડાહ્યાભાઈ ધનજીભાઈ રેતીવાલા (રહે. પાલ આરટીઓ સામે), દિપક કાંતીભાઈ ભગત (રહે,યોગીપાર્ક, અડાજણ), ધર્મેશભાઈ બજરંગ (રહે,તુળજા ભવાની મંદિર સામે નાનપુરા) અને સંદિપભાઈ જયકિશન ભગત (માછીવાડ, નાનપુરા) ની સામે ફરિયાદ નોંધાવી હતી. દિવ્યેશભાઈ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે બપોરે તે બાઈક ઉપર પાલથી ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે પાલ તાપ્તી કુબેરેશ્વર મંદીરની પાસે દિવ્યેશના મિત્ર મિતેશને ધર્મેશે પકડી માર મારતા હતા. દિવ્યેશે કેમ મારો છો તેમ પુછતા ડાહ્યા મામાએ અમે તાપી નદીમાં રેતી કાઢીએ છીએ તે બાબતે અમારી વિરુધ પોલીસમાં તથા ખાણ ખનીજ વિભાગમાં ફરિયાદો આપો છો તેમ કહીને દિવ્યેશને પણ ગાળો આપી હતી. અને તેના હાથમાં રહેલું કટર દિવ્યેશને મારી દેતા પાઠના ભાગે ઇજા થઈ હતી. તેની સાથે ઉભે રહેલા દીપકે પાછળથી બેટ મારી હતી. દિવ્યેશ ગાડી પરથી ઉતરવા જતા સંદીપે ગાડીને લાત મારી નીચે પાડ્યો હતો. ત્યારે ડાહ્યા મામાએ તમે બચી ગયા બીજીવાર અમે તાપી નદીમાંથી રેતી કાઢીએ છીએ તે બાબતે પોલીસમાં તથા ખાણ ખનીજમાં ફરિયાદ કરી તો તને અને તારા મિત્રને જાનથી મારી નાખીશું. તેમ કહીને ચારેય કારમાં બેસીને ભાગી ગયા હતા. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top