તાજેતરમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા બાબતે આ શહેરને બીજો ક્રમ હાંસિલ થયો છે. એ માટે આ સિધ્ધિ બદલ મેયરે સફાઇ કામગીરી કરતા સફાઇ કામદારોને સઘળો યશ આપ્યો છે. સતત બીજા વર્ષે સુરત શહેર બીજુ સ્વચ્છ શહેર બન્યું છે. એ માટે એસ.એમ.સી. સહિત આ શહેરના સુરતીઓને પણ મેયરે યાદ કર્યા છે. સુરતીઓ માટે આ ગર્વની ક્ષણ છે. પ્રથમ ક્રમ માટે આપણા શહેરને માત્ર ૫૯ માર્કસ જ ઓછા મળ્યા છે. આશા રાખીએ કે ૨૦૨૨ મા આ શહેરને પ્રથમ ક્રમ લાવવા માટે તમામ સંગઠન શકિત પુરી તાકાતથી સખત મહેનતથી આપણુ એ સપનુ જરૂર જરૂરથી સાકાર કરીએ. સ્વચ્છતા બાબતે આપણે સૌ સુરતીઓ મેયર સહિત એમની યુવા ટીમને પણ ધન્યવાદ આપીએ.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સુરતના સફાઇ દૂતને સલામ
By
Posted on