શિક્ષક બાળકના જીવનમાં મહત્ત્વનો ફાળો આપે છે. બાળકને એકડો શીખવતાં એણે ખૂબ ધીરજ રાખવી પડે છે. આ જ વિદ્યાર્થી આગળ જતાં ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરે ત્યારે એ એના શિક્ષકને ખૂબ યાદ કરે છે. વિદ્યાર્થીના જીવનને સફળતાના શિખરે પહોંચાડનાર શિક્ષક એને માટે દેવ સમાન બની રહે છે. શિક્ષકો તેજસ્વી વિદ્યાર્થીઓને વધારે જ્ઞાન આપે છે જયારે નબળાં વિદ્યાર્થીઓને વધારે જ્ઞાન આપે છે. જયારે નબળાં વિદ્યાર્થીઓને પ્રેમથી ભણાવે છે. કેટલાંક શિક્ષકો શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓને ભણાવે છે. કયારેક એ લોકો નદી કિનારે લઇ જઇ પ્રકૃતિદર્શન પણ કરાવે છે. આવા વિદ્યાર્થીઓ પ્રકૃતિપ્રેમી બને છે. વળી શહેરમાં આવેલાં મહત્ત્વનાં સ્થાને પણ લઇ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શિક્ષક વિદ્યા અને અનેક પ્રકારનું શિક્ષણ આપે છે. જીવનના ઘડતર માટે જે સદ્દગુણો મહત્ત્વના છે તેનો પરિચય પણ કરાવે છે. આ શિક્ષકો ખૂબ રસપૂર્વક વિદ્યાર્થીઓને પરીક્ષા માટે તૈયાર કરે છે તેથી જ વિદ્યાર્થી અને શિક્ષકોનો સંબંધ વર્ષોથી બંધાયેલો છે. આવાં શિક્ષકોને શત શત પ્રણામ કરવા જોઈએ.
અડાજણ પાટિયા, સુરત –રેખા ન. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.