મુંબઈ: અભિનેતા આમીર ખાનનો (Aamir Khan) એવોર્ડ અંગેનો અણગમો જગજાહેર છે. તે ક્યારેય એવોર્ડ ફંક્શનમાં સામેલ થતો નથી, પરંતુ બોલિવુડનો સુપર સ્ટાર સલમાન ખાન (Salman Khan) એવોર્ડ (Award) શોમાં પરર્ફોમન્સ કરતો જોવા મળે છે, ત્યારે સલમાન ખાને મુંબઈમાં એવોર્ડ વિશે એવી વાત કરી દીધી જે સાંભળી બધા ચોંકી ગયા.
ગઈ તા. 5મી એપ્રિલે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન મુંબઈમાં એક એવોર્ડ શોની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. અહીં સલમાને હિન્દી ફિલ્મો અને યુવા અભિનેતા-નિર્દેશકો વિશે વાત કરી હતી. વાતચીત દરમિયાન ભાઈજાને એ પણ જણાવ્યું કે તેને એવોર્ડ પસંદ નથી. તેના ઘરમાં દરવાજાની સ્ટોપર તરીકે એવોર્ડનો ઉપયોગ થાય છે.
સલમાને એક એવોર્ડ ફંકશનનો કિસ્સો યાદ કરતા કહ્યું કે, એકવાર શાહરૂખ ખાન સાથે તેણે જબરદસ્તીથી એવોર્ડ સ્વીકારવો પડ્યો હતો. સલમાને કહ્યું, હું હંમેશા એવોર્ડ શોમાં ખોવાયેલો રહું છું. મને ક્યારેય એવોર્ડમાં રસ નથી રહ્યો. મને એવોર્ડ નહીં રિવોર્ડમાં રસ છે. ચાહકો તરફથી જે પ્રેમ મળે છે તે જ મારો એવોર્ડ છે. લોકો મારી ફિલ્મ અને મને જે પ્રેમ અને સન્માન આપે છે. તે મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. જો કે, મને બ્લેક લેડી (એવોર્ડ) સાથે કોઈ સમસ્યા નથી.
સલમાને વધુમાં કહ્યું, ‘એકવાર તે (બ્લેક લેડી) મારા હાથમાં આવી હતી. શાહરૂખ ખાન મને તેની સાથે એવોર્ડ સ્વીકારવા દબાણ કરવું હતું. ત્યારે હું લોલો (કરીશ્મા કપૂર)ની બાજુમાં બેઠો હતો અને શાહરૂખ મને બોલાવી રહ્યો હતો. તે ખૂબ જ વિચિત્ર પ્રસંગ બની ગયો હતો, મારે મારી જાતને સ્ટેજ પર જવા દબાણ કરવું પડ્યું હતું.
બીજી વાર આવું બન્યું ત્યારે મેં કહ્યું કે હું આવીશ પરંતુ એવોર્ડ લઈશ નહીં. મને લાગે છે કે તે સમયે હેલન આન્ટીને કોઈ એવોર્ડ માટે બોલાવવામાં આવ્યા હતા. પછી મારે સ્ટેજ પર જવું પડ્યું હતું. એટલા માટે હું ક્યારેય એવોર્ડ મેળવવા માટે ઉત્સાહિત નથી થયો.
સલમાને વધુમાં કહ્યું મારા ઘરે મેં ઘણા એવોર્ડ જોયા છે. મારા પિતા પાસે કોઈ કામ નહોતું ત્યારે દરવાજો બગડતો ત્યારે તે એવોર્ડનો સ્ટોપર તરીકે ઉપયોગ કરતા હતા. જો ઘરમાં રાખવાની જગ્યા ન હોય તો તે એવોર્ડ આપી દેતા હતા. સલમાન ખાન કહે છે કે મને એટલું જ ગમે છે કે હું પર્ફોર્મ કરવા આવું, લોકોને ગમે કે ન ગમે, હું જે પણ હોય એમાં ખુશ છું.