SURAT

કુખ્યાત સજ્જુ કોઠારીએ બનાવેલા ટોર્ચર રૂમને તોડી પડાયો, ડિમોલિશન વખતે ફિલ્મી સીન જોવા મળ્યા

સુરત: (Surat) શહેરના કુખ્યાત ગેંગસ્ટર સજ્જુ કોઠારીની (Sajju Kothari) વિવાદાસ્પદ મિલકતનું (Property) બુધવારે સેન્ટ્રલ ઝોન દ્વારા ડિમોલિશન (Demolition ) હાથ ધરવામાં આવ્યું હતું. ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે જમરૂખ ગલીમાં લાઈનદોરીમાં આવતી મિલકતોના ડિમોલિશનની કામગીરી બુધવારે સવારથી હાથ ધરવામાં આવી હતી. જો કે, ડિમોલિશન અટકાવવા સજ્જુ કોઠારી અને સ્થાનિકો દ્વારા હોબાળો મચાવાય તેવી આશંકા હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિતના મોટા પોલીસ (Police) કાફલા અને મનપાના સિક્યુરિટી ગાર્ડના બંદોબસ્ત વચ્ચે કોઈપણ પ્રકારના વિરોધ વગર ડિમોલિશન કામગીરીનો પ્રારંભ થતાં મનપાના અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.

  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે માથાભારે સજ્જુ કોઠારીની મિલકતનું ડિમોલિશન
  • લાઇનદોરીનો અમલ કરી મનપાની રિઝર્વેશનની જમીન પર થયેલા બાંધકામ ઉપરાંત ગેરકાયદે તાણી બંધાયેલા માળ- પાર્કિંગ, ઓફિસ તોડી પડાયાંસરકારી જગ્યા પર સજ્જુ કોઠારીએ જુગારની ક્લબ સાથે ટોર્ચર કરવા માટે રિમાન્ડ રૂમ પણ બનાવ્યો હતો

શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જમરૂખ ગલીમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે સજ્જુ કોઠારીની મિલકતના ડિમોલિશન શરૂ કરાયાં છે. સેન્ટ્રલ ઝોન વિસ્તા૨ના વોર્ડ નં.૧, નોંધ નં.૧૯૮૫/અ તથા નોંધ નં.૧૯૮૯,૧૯૯૦,૧૯૯૧ વાળી મિલકતમાં સુરત મહાનગરપાલિકાની મંજૂરી વગર રોડ એલાઈમેન્ટ તેમજ વોર્ડ નં.૧/૧૯૯૩/બી/૩ વાળી મિલકતમાં મંજૂરી વગર ત્રીજા અને ચોથા માળનું બાંધકામ ડિમોલિશન કરી દેવાયું છે, જેમાં લાઇનદોરીમાં આવતી દીવાલ, ગેરકાયદે તાણી બંધાયેલા ગ્રા.ફ્લોર ૫૨ બનાવાયેલ આશરે ૩૦૦ ચો.ફૂટ માપ વિસ્તારમાં ઓફિસનું બાંધકામ અને પાર્કિંગ તેમજ ટેરેસવાળા ભાગમાં આશરે ૨૦૦૦ ચો.ફૂટ માપ વિસ્તા૨માં પતરાનો શેડ દૂર કરવામાં આવ્યો હતો.

જ્યારે એક મિલકતમાં આશરે ૨૫૦૦ ચો.ફૂટ માપ વિસ્તારમાં ત્રીજા અને ચોથા માળનું આર.સી.સી. બાંધકામ દૂ૨ ક૨વામાં આવ્યું હતું. આ સાથે જાહે૨ રસ્તા ૫૨ ક૨વામાં આવેલા આશરે ૧૧૦૦ ચો.ફૂટ માપ વિસ્તારમાં કરેલા બાંધકામનું ડિમોલિશન કરી જાહે૨ ૨સ્તો ખુલ્લો કરી દેવાયો છે. ઉપરાંત મનપાના ઓપન સ્પેસ એન્ડ પ્રોજેક્શનના હેતુ માટે રિઝર્વેશન હેઠળ જમીનમાં વર્ષો જૂના પતરાંના હયાત શેડ દૂ૨ કરી લગભગ ૪૫૦ ચો.ફૂટ જગ્યા દૂર કરી કબજો મેળવાયો હતો. સજ્જુ કોઠારીએ કબ્જે કરેલી જગ્યામાં જુગારની ક્લબ ચલાવવાની સાથે ટોર્ચર કરવા માટે રિમાન્ડ રૂમ પણ બનાવ્યો હતો.

સજ્જુની વિવાદાસ્પદ મિલકતના ડિમોલિશનની કામગીરીમાં આખેઆખી ક્રાઈમ બ્રાંચ જોડાઈ હતી
સુરત શહેરના ગેંગસ્ટર તરીકે કુખ્યાત સજ્જુ કોઠારીની મિલકતના ડિમોલિશન કામગીરી દરમિયાન બુધવારે સવારથી જ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પણ તૈનાત થઇ ગયા હતા. સજ્જુ કોઠારી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ વચ્ચે ડિમોલિશન કામગીરીમાં આજે એક-બે નહીં, પરંતુ ઉચ્ચાધિકારીઓ સહિત 35 જણાની ટીમ જોતરાયેલી નજરે પડી હતી. શહેરમાં સંભવતઃ પહેલી વખત કોઈ મિલકતના ડિમોલિશનમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પહોંચ્યા હોય તેવું જોવા મળ્યું છે. નાનપુરા સહિત સમગ્ર શહેરમાં માથાભારે ગેંગસ્ટર તરીકે કુખ્યાત સજ્જુ કોઠારીની જમરૂખ ગલીમાં આવેલી મિલકતના ડિમોલિશન દરમિયાન બુધવારે ક્રાઈમ બ્રાંચના ડીસીપી, એસીપી સહિત ત્રણ પીઆઈ, છ પીએસઆઈ સહિત 30 કોન્સ્ટેબલ-હેડ કોન્સ્ટેબલની ટીમ ઘટના સ્થળે હાજર રહી હતી. આ સિવાય અઠવા અને લાલગેટ પોલીસમથકના પીઆઈ, છ પીએસઆઈ અને 50 પોલીસ કર્મચારી સહિતનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. આમ, સુરત મહાનગર પાલિકાના ડિમોલિશન દરમિયાન બુધવારે માર્શલો-એસઆરપીની ટીમ કરતાં ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસના 90 જેટલા અધિકારીઓ-કર્મચારીઓ પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ખડેપગે જોવા મળ્યા હતા.

મનપાના માર્શલ ઉપરાંત શહેરના 90 જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ બંદોબસ્તમાં રહ્યા
સુરત શહેરમાં છેલ્લા કેટલાક વખતથી માથાભારે તરીકેની છાપ ધરાવતા ગેંગસ્ટર્સ સજ્જુ કોઠારી સામે અનેક ગુના નોંધાયા છે. તેની મિલકતના ડિમોલિશનમાં સ્થાનિકો આક્રમક વિરોધ કરે તેવી શક્યતાને પગલે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચના અનેક અધિકારીઓ જોડાયા હતા. અધિકારીઓની ફોજ જોઈને એકપણ માથાભારે તત્ત્વ કે સ્થાનિકોએ વિરોધ કરવાની હિંમત કરી ન હતી.

Most Popular

To Top