ભરૂચ: એસ.કુમાર કંપની (S Kumar Company) , તેના પ્રમોટર્સ અને ડિરેક્ટર દ્વારા કરાયેલા રૂા.1245 કરોડના બેંક (Bank) કૈભાંડનો (Scam) રેલો ભરૂચના (Bharuch) ઝઘડિયા (Zaghadiya) સુધી પહોંચ્યો છે. કેન્દ્રીય તપાસ બ્યુરોએ IDBI બેંક લિ., કોલાબા, મુંબઈની (Mumbai) ફરિયાદ પર એક ખાનગી કંપની વિરૂદ્ધ કેસ નોંધ્યો હતો. બુધવારે ભરૂચના ઝઘડિયા ઔદ્યોગિક વસાહત સહીત મહારાષ્ટ્ર (Maharashtra) અને પશ્ચિમ બંગાળના ૧૩ સ્થળોએ CBI દ્વારા સર્ચ કરવામાં આવતા ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા.
CBIએ એસ. કુમાર્સ નેશનવાઈડ લીમીટેડ કંપનીની (SKNL) વિરુદ્ધમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો છે, ફરિયાદમાં જણાવ્યું છે કે SKNL કંપનીના દેવાસ, (MP) ખાતે ઉત્પાદન એકમો છે; ગુજરાતમાં ભરૂચના ઝઘડિયા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અને મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતે રજિસ્ટર્ડ ઑફિસ અને તેના પ્રમોટર્સ/ડિરેક્ટરો અને અજાણ્યા જાહેર સેવકો અને ખાનગી વ્યક્તિઓ સહિત 14 જણા જોડાયેલા હતા. આ ખાનગી કંપની ઉચ્ચ મૂલ્યના ફાઇન કોટન ફેબ્રિક્સ અને હોમ ટેક્સટાઇલ્સના ઉત્પાદનના વ્યવસાયમાં સંકળાયેલી હતી તેમજ કંપની અને તેના પ્રમોટર્સ/નિર્દેશકોએ અન્ય લોકો સાથે કાવતરું રચીને IDBI બેંક લિ.ની આગેવાની હેઠળની બેંકોના કન્સોર્ટિયમ પાસેથી વિવિધ ક્રેડિટ/લોન સુવિધાઓ મેળવીને અને 2012થી 2018ના સમયગાળા દરમિયાન બેંકના ભંડોળનો દુરોપયોગ/ડાઇવર્ટ કરીને છેતરપિંડી કરી હતી અને તેના કારણે રૂ. બેંકોને 1245.15 કરોડનો ચૂનો ચોપડ્યો છે. આ ફરિયાદ IDBI બેંક લિમિટેડ સહિત અન્ય 04 સભ્ય બેંકો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ધ જમ્મુ એન્ડ કાશ્મીર બેંક લિ., પંજાબ નેશનલ બેંક અને ઈન્ડિયન બેંક દ્વારા નોંધાવવામાં આવી છે. આ મામલે બુધવારે મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળ સહિત 13 સ્થળોએ આરોપીઓના ઘર પર સર્ચ કરવામાં આવ્યું હતું. જેના કારણે ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા.
રેકેટમાં આરોપીઓના નામો
એસ. કુમાર્સ નેશનવાઇડ લિમિટેડ (SKNL), દેવાસ (MP) ખાતે તેના ઉત્પાદન એકમો ધરાવે છે; ઝગડિયા ઔદ્યોગિક વસાહત, ભરૂચ (ગુજરાત) અને મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતે રજિસ્ટર્ડ ઑફિસ અને તેના પ્રમોટર્સ/ડિરેક્ટરો/ખાનગી વ્યક્તિઓમાં (2) નીતિન સંભુકુમાર કાસલીવાલ, (3) વિજય ગોવરધનદાસ કલંત્રી, (4) અનિલ કુમાર ચન્ના, (5) ) રાજિન્દર ક્રિષ્ન ગર્ગ, (6) જગદીશ સંજીવા શેટ્ટી, (7) દારા દિનશા અવારી, (8) સુરેશ નરસપ્પા તલવાર, (9) નવીન સંબતાની, (10) પ્રદીપ કરિયાટ્ટુ ભાસ્કરન કુમાર, (11) યોગેશ હિમતલાલ પટેલ, (12) ઉદય જયવંત કામથ, (13) વનરાજ વિનોદચંદ્ર શાહ, (14) હરેશ મિલ્યોમલ ઇસરાની (15) સુનિલ કુમાર જૈન અને અજાણ્યા જાહેર સેવક અને અજાણ્યા ખાનગી વ્યક્તિઓ.