નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધની (War) સ્થિતિ વધુને વધુ આક્રમક બની રહી છે. યુક્રેનમાં આજે ત્રીજા દિવસે પણ રશિયન દ્વારા સતત હવાઈ હુમલા (Air strikes) થઈ રહ્યા છે. રશિયાના આ વલણ પર અમેરિકા (America) કે અન્ય કોઈ દેશ યુક્રેનને સમર્થન આપી રહ્યું નથી. તેથી આ જંગમાં યુક્રેન એકલું પડી ગયું છે. પરંતુ અમેરિકા સહિત કેટલાક દેશોએ રશિયા પર પ્રતિબંધો (Restrictions) લગાવ્યા છે. જોકે પ્રતિબંધોની કોઈ અસર રશિયા પર જોવા મળી રહી નથી. પરંતુ રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના વડાએ કહ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) દ્વારા લગાવવામાં આવેલા નવા પ્રતિબંધો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર અમારા સહયોગને નષ્ટ કરવાનું ક્ષમતા છે. અને તેનું પરિણામ જોખમ ભર્યું હોય શકે છે શું તમે એના માટે તૈયાર છો?
Roscosmos ના ડાયરેક્ટર જનરલ દિમિત્રી રોગોઝિને, યુએસએ નવા પ્રતિબંધોની જાહેરાત કર્યાના થોડા સમય પછી, ગુરુવારે એક ટ્વિટર પોસ્ટ કરીને કહ્યું: “જો તમે અમારા સહયોગનો અવરોધ કરશો, તો ઓરબિટની ભ્રમણકક્ષામાં ISS ને અનિયંત્રણ કરતા કોણ રોકી શકશે? સંયુકત રાષ્ટ્ર અથવા યુરોપિયન દેશો પર પડતા કોણ બચાવશે? અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, ભારત અને ચીન પર 500 ટન સ્પેસ સ્ટેશન પડવાનો પણ વિકલ્પ છે. કારણ કે ISS ભારત અને ચીન પરથી પસાર થઈ શકે છે. શું તમે આવી પરિસ્થિતિમાં ભારત અને ચીનને જોખમમાં મુકશો? શું તમે તેના માટે તૈયાર છો? ટ્વીટમાં તેમણે અમેરિકાને બેજવાબદાર વર્તન નહીં કરવાની સલાહ પણ આપી હતી. જો,કે નાસાએ સ્પષ્ટતા કરી છે કે નવા પ્રતિબંધોથી બંને દેશો વચ્ચેના અવકાશ સહયોગને કોઈ જોખમ નહીં નડે.
ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને શુક્રવારે રશિયા વિરુદ્ધમાં પ્રતિબંધોની લીસ્ટમાં વધારો કર્યો છે. સાથે જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવની યાત્રા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. પુતિને યુક્રેનમાં “લશ્કરી ઓપરેશન” ની જાહેરાત કર્યાના થોડા કલાકો બાદ બિડેને રશિયા સામે પ્રતિબંધોની જાહેરાત કરી હતી. આવું કરનાર તેઓ પ્રથમ વિશ્વ નેતા બન્યા હતા.
આ અગાઉ યુએસએ ચાર રશિયન બેંકોને નાણાકીય સહાય આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સિવાય અત્યાધુનિક ટેક્નોલોજી પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ રશિયન સાસંદો અમેરિકા પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યુએસએ ઉર્જા ક્ષેત્ર ગેઝપ્રોમ અને અન્ય 12 મોટી કંપનીઓને પશ્ચિમી નાણાકીય બજારોમાં મૂડી એકત્ર કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.