Top News

વૈશ્વિક દબાણ વચ્ચે રશિયા ઝૂક્યું, હવે યુક્રેને મૂકી આ શરત…

નવી દિલ્હી: યુક્રેન (Ukraine) અને રશિયા (Russia) વચ્ચેના યુદ્ધનો (War) આજે ચોથો દિવસ છે. સવારથી જ યુક્રેન રશિયન સૈનિકોના હુમલાથી સ્તબ્ધ છે. રશિયાએ સવારે ખારકિલમાં ગેસ પાઈપલાઈનનો નાશ કર્યો. આ પછી રશિયન સેના ખાર્કિવમાં પ્રવેશી. હવે રશિયા કિવ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યું છે. તેથી તેણે ઘેરો શરૂ કર્યો. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં સેંકડો નાગરિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. બીજી તરફ અમેરિકા, યુરોપિયન યુનિયન અને યુકે દ્વારા રશિયાની સેન્ટ્રલ બેંક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જર્મનીએ તેની એરસ્પેસ રશિયન વિમાનો માટે બંધ કરી દીધી છે. તેથી હવે રશિયાએ યુક્રેન સાથે વાતચીત કરવાની પહેલ કરી છે. રશિયાએ કહ્યું કે બેલારુસમાં અમે યુક્રેન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. પરંતુ આ અંગે યુક્રેન પોતાની એક શર્ત મુકી હતી.

રશિયા દ્વારા વાતચીતની ઓફર અને બેલારુસમાં પ્રતિનિધિમંડળ મોકલ્યા બાદ યુક્રેને એક શરત મૂકી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે અમે મંત્રણા માટે તૈયાર છીએ, પરંતુ બેલારુસમાં નહીં. આ વાતચીત બીજા કોઈ સ્થળ પર થશે. અગાઉ રશિયાએ એવી શરત મૂકી હતી કે જ્યાં સુધી યુક્રેન આત્મસમર્પણ નહીં કરે ત્યાં સુધી વાતચીત શક્ય નથી.

યુક્રેનના રાષ્ટ્રપતિ વેલોડીમીર ઝેલેન્સકીએ બેલારુસમાં મંત્રણાને નકારી કાઢી છે. તેણે કહ્યું છે કે બેલારુસનો ઉપયોગ લોન્ચપેડ તરીકે થઈ રહ્યો છે. તેથી, પોલેન્ડ, તુર્કી, હંગેરી, અઝરબૈજાન, સ્લોવાકિયામાં વાતચીત થવી જોઈએ. યુક્રેનની રાજધાની કિવમાં ગભરાટનું વાતાવરણ છે, અહીં સતત સાયરન વાગી રહ્યા છે.

રશિયાના હુમલા હવે બેકાબૂ બની રહ્યા છે. તમને જણાવી દઈએ કે રશિયન સેના ખાર્કિવમાં પ્રવેશી છે. હવે રશિયા યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે રશિયાએ કિવમાં ન્યુક્લિયર વેસ્ટ પર મિસાઈલ છોડી છે. રાજધાની કિવમાં હવે લોકો પોતાનો જીવ બચાવવા ગામડાઓ તરફ દોડી રહ્યા છે.

Most Popular

To Top