મોસ્કો: છેલ્લાં ઘણાં સમયથી રશિયા તેમજ યુક્રેન (Russia-Ukraine War) વચ્ચે તણાવ ભરેલા સંબંધો ચાલી રહ્યાં છે. તેઓ વચ્ચે ચાલી રહેલા યુદ્ઘનો કોઈ ઉકેલ (solution) આવી રહ્યો નથી. તેવા સમયે એવાં સમાચાર (News) મળી રહ્યા છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પરમાણુ યુદ્ધ (Nuclear war) તરફ આગળ વધવાનો સંકેત આપ્યો છે. આજે યુદ્ધના 25 દિવસ બાદ પણ રશિયા સામે યુક્રેન અડીખમ ઊભું છે. હજી સુધી યુક્રને હાર ન માનતા શસ્ત્રો પડતા મૂક્યા નથી. જેથી નારાજ પુતિને પરમાણુ યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી છે. મળતી મીહિતી મુજબ ટેલિગ્રામ ચેનલોને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પરમાણુ યુદ્ધ તરફ આગળ વધવાના સંકેતો દર્શાવી રહ્યા છે. જો કે માત્ર એક દિવસ પહેલા જ રશિયન સૈનિકોએ પશ્ચિમ યુક્રેન પર હાયપરસન મિસાઇલોથી હુમલો કર્યો હતો. આ હુમલામાં યુક્રેનના ભૂગર્ભ હથિયારોથી ભરેલા સ્ટેશનનો નાશ થયો હતો. યુક્રેનિયનો એવો પણ દાવો કરે છે કે રશિયનો અત્યાર સુધીમાં રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 112 લોકોના મોત થયા છે.
ન્યુક્લિયર વોર ડ્રિલનો દાવો એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે પુતિને પોતાની સેનાને પરમાણુ યુદ્ધ તરફ આગળ વધવા માટે પ્રેક્ટિસ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં તેણે પોતાના પરિવારની સુરક્ષા માટે સાઈબેરિયા મોકલી દીધા છે. એવા સમયે પરમાણુ યુદ્ધ કવાયતના સંકેતે ક્રેમલિનમાં રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયના અધિકારીઓને ચોંકાવી દીધા છે. આ અધિકારીઓ ધાકમાં છે કારણ કે પુતિનના નિર્ણયના પરિણામો ઘણા ભયંકર હોઈ શકે છે. તે અંગે કેટલાક પૃથક્કારોનું કહેવું છે કે યુક્રેને રશિયા સામે 25 દિવસના યુદ્ધ પછી પણ હજુ સુધી હાર માની નથી, જેનાથી પુતિન નારાજ છે અને તેણે તેને શક્તિની કસોટી તરીકે સ્વીકારી લીધું છે. પુતિનને લાગી રહ્યુ છે કે એક નાનકડો દેશ યુક્રેન તેમને પડકાર ફેંકી રહ્યો છે. જો કે ક્રેમલિનના વરિષ્ઠ રાજકીય વ્યક્તિઓને પુતિન દ્વારા જ જાણ કરવામાં આવી છે કે તેઓ પરમાણુ યુદ્ધની તૈયારીમાં ખાલી કરાવવાની કવાયતમાં ભાગ લેશે. સંસદના બે સભ્યો (વ્યાચેસ્લાવ વોડિન અને વેલેન્ટિના માટવીએન્કો)ના જૂથને પરમાણુ યુદ્ધ વિશે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિત્રી દેવદેવે પોતે જાણ કરી છે.
ક્યા છે પુતિનનો પરિવાર?
પુતિનના પરિવારના સભ્યો વિશે ઘણી માહિતી મળી રહી નથી. પુતિનના પરિવારને સુરક્ષા માટે સાઇબિરીયા મોકલવામાં આવ્યો. પરંતુ રુસો-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી જ દાવો કરવામાં આવ્યો છે કે પુતિન તેમના પરિવારના અજાણ્યા સભ્યોને સાઇબિરીયાના તેહ અલ્તાઇ પર્વતોમાં એક હાઇ-ટેક ભૂગર્ભમાં લઈ ગયા છે. ત્યા તેમને બંકરમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. જે આખું ભૂગર્ભ શહેર છે. ડૂમ્સડે માટે એક સ્કાય બંકર પણ યોજના હેઠળ હતું, પરંતુ એવુ માનવામાં આવે છે કે તે હજી સુધી તૈયાર થયુ નથી.