SURAT

સરકારે બેટરી સંચાલિત વાહનોને RTO રજિસ્ટ્રેશન ફી માંથી મુક્તિ આપી પણ હવે શું આ ફી માંથી પણ મળશે મુક્તિ?

સુરત: (Surat) રાજ્યના વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા કેન્દ્ર સરકારની મોટર વ્હીકલ એક્ટની બદલાયેલી પોલિસીને અનૂરૂપ ડ્રાફટ નોટિફિકેશન ઇશ્યુ કરી વાહન રજિસ્ટ્રેશન ફી અને આરસી બુકની ફી માફ કરવા મામલે નાગરિકો પાસે વાંધાસુચનો મંગાવવામા આવ્યા છે. સરકાર દ્વારા બેટરી દ્વારા સંચાલિત ઈ-વાહનો એટલે કે ઇલેક્ટ્રિક વાહનોને આરટીઓ રજિસ્ટ્રેશન ફી (RTO Registration Fee) માથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે, સાથે સાથે આરસી બુકની ફી માથી મુક્તિ આપવી કે કેમ તે અંગે વાંધાસુચનો 30 દિવસમાં મંગાવ્યા છે.

મીડલ ઇસ્ટના દેશોમાં પેટ્રોલ, ડીઝલનું ઉત્પાદન ઘટવા સાથે ભાવો 100 રૂપિયા પ્રતિલીટરને પાર જતા સરકારે સીએનજી અને બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા નવી યોજના બનાવી છે. સરકારે વ્હીકલ પોલિસીમાં બદલાવ કરતા પહેલા નાગરિકો પાસે સુચનો મંગાવાવના હોય છે. તે પ્રક્રિયા ડ્રાફ્ટ નોટિફિકેશનથી પ્રારંભ કરવામાં આવી છે. યુરો-6 નિયમનું પાલન કરતી ઓટો મોબાઇલ કંપનીઓએ ડીઝલ કારનું ઉત્પાદન બંધ કરી સીએનજી અને ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન વધાર્યુ છે.

ગુજરાત સરકારે નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસીમાં ગ્રાહક જો બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક ટુવ્હીલરની ખરીદી કરે તો 10 ટકા સબસીડી આપવાનું નક્કી કર્યુ છે અને તે મુજબ અત્યારે 10 ટકા સબસીડી આપવામા આવી રહી છે. સરકારની નવી ડ્રાફ્ટ નીતિ સામે કોઇને વાંધો હોય તો કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલયની દિલ્હી સ્થિત ઓફિસને ઇમેલ અથવા લેખિત ફરિયાદ કરી શકે છે.

આજથી સિટીબસના વધુ 4 રૂટ શરૂ થયા

સુરત: કોરોનાના સંક્રમણને પગલે સુરત મનપા દ્વારા જાહેર સેવાઓ બંધ રાખવામાં આવી હતી. પરંતુ હાલમાં સંક્રમણ ઘટતા હવે મનપા દ્વારા તબક્કાવાર જાહેર સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મનપા દ્વારા હવે બીઆરટીએસની સાથે સાથે સીટીબીસના રૂટ પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. 14 મી જુનથી મનપા દ્વારા સીટીબસના વધુ ચાર રૂટ શરૂ કરાશે. જેમાં રેલવે સ્ટેશન થી ડિંડોલી, રેલવે સ્ટેશન થી પાંડેસરા હાઉસિંગ, રેલવે સ્ટેશન થી ખજોદ, રેલવે સ્ટેશન થી સુરત એરપોર્ટ પર કુલ 46 બસો શરૂ થશે.

તેમજ મનપા દ્વારા કોવિડની ગાઇડલાઇન મુજબ સુરત શહેરમાં બીઆરટીએસના રૂટો તબક્કાવાર રીતે સવારે 6:30 થી સાંજે 8 ના સમયગાળા દરમ્યાન કાર્યરત છે. તેમજ સીટીબસમાં તા 11 જુન થી કુલ-3 રુટ શરૂ કરવામાં આવ્યા હતા. અને હવે તા.14 જુન 4 રૂટ શરૂ કરાશે. એમ હાલમાં સીટીબસમાં કુલ 7 રૂટ શરૂ કરાયા છે.

Most Popular

To Top