ભારતીય કોચ અને સપોર્ટ સ્ટાફને કોરોના થયા બાદ ઈંગ્લેન્ડ-ભારત સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રદ થયા (England-India Fifth Test Match) બાદ આ ક્રિકેટ સિરીઝના પરિણામ હજુ કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી ત્યારે ભારતીય ક્રિકેટરે આશ્ચર્યજનક નિવેદન કર્યું છે. ભારતીય ક્રિકેટરના મતે ઈંગ્લેન્ડ સામેની સિરીઝ ભારત 2-1થી જીતી ગયું છે. ક્રિકેટરના આ નિવેદન બાદ વિવાદ સર્જાય તેવી સંભાવનાઓ ઉભી થઈ છે.
- મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને કોરોના થયા પછી તેના નજીકના સંપર્કના સપોર્ટ સ્ટાફને ક્વોરેન્ટીન કરાયો હતો અને તે પછી સહાયક ફિઝિયો યોહેશ પરમારને કોરોના થવાને પગલે પાંચમી ટેસ્ટ રમી શકાય નહોતી.
ઇંગ્લેન્ડ પ્રવાસમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ કોરોના સંબંધિત કેસોના કારણે રદ થયા પછી સીરિઝના સત્તાવાર પરિણામ અંગે ભલે ભ્રમની સ્થિતિ હોય પણ સ્ટાર ઓપનર રોહિત શર્માનું (Rohit Sharma Statement India win Test Series Against England) કહેવું છે કે તેની દૃષ્ટિએ ભારતે પાંચ મેચની આ સીરિઝ 2-1થી જીતી લીધી છે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને કોરોના થયા પછી તેના નજીકના સંપર્કના સપોર્ટ સ્ટાફને ક્વોરેન્ટીન કરાયો હતો અને તે પછી સહાયક ફિઝિયો યોહેશ પરમારને કોરોના થવાને પગલે પાંચમી ટેસ્ટ રમી શકાય નહોતી.
ભારત આ સીરિઝમાં 2-1થી આગળ ચાલી રહ્યું છે અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ને એવી વિનંતી કરી છે કે આ મેચ ભારતે ગુમાવી હોવાનું જાહેર કરીને સીરિઝનું પરિણામ 2-2ની બરોબરીએ જાહેર કરવામાં આવે. જો કે ભારતીય ટીમે આ મેચ આવતા વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસમાં રમવાની તૈયારી બતાવી છે.
અહીં એક સ્પોર્ટસ સામગ્રી બનાવતી કંપનીની ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં રોહિતને આ બાબતે સવાલ કરાયો ત્યારે તેણે કહ્યું હતું કે મને નથી ખબર કે સીરિઝનું સત્તાવાર પરિણામ શું જાહેર કરવામાં આવે પણ અમે સારું પ્રદર્શન કર્યું છે અને મારી દૃષ્ટિએ અમે સીરિઝ 2-1થી જીત્યા છીએ.
નોંધનીય છે કે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા અગાઉ એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે, ભારતીય ક્રિકેટર્સમાં કોરોનાના કેસ વધતા મેચ રદ થઈ છે, જેથી આ મેચનું પરિણામ ઈંગ્લેન્ડના પક્ષમાં આપવું જોઈએ. ઈસીબીના આ નિવેદન પર વિવાદ થયો હતો. હજુ સુધી સિરીઝના પરિણામ અંગે સ્પષ્ટતા નથી.