નવી દિલ્હી: ભારતીય કેપ્ટન (Indian Captain) રોહિત શર્માએ (Rohit Sharma) વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ મેચની ટી-20 સિરીઝ રમવા પહેલા ટીકાકારોને જોરદાર જવાબ આપ્યો છે. રોહિતે કહ્યું કે ભલે વર્લ્ડકપમાં અમારું પ્રદર્શન ખરાબ હોય પરંતુ અમે હવે નવા વિચારોથી આગળ વધતા રહીશું. પરંપરાગત જૂની રીતથી ખેલાડીઓ નહીં રમે. નવા અભિગમે ખેલાડીઓને વધુ સ્વતંત્રતા આપી છે, જેણે વિશ્વ કપના નિરાશાજનક અભિયાન પછી ટીમને સફળતા અપાવી છે જેમાંથી ભારત વિશ્વ કપમાં બીજા રાઉન્ડમાં નહોતું ગયું.
અત્યાર સુધી અમે ઓર્થોડોક્સ ક્રિકેટ રમતા નહોતા
રોહિતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની ટી-20 શ્રેણી પહેલા કહ્યું, ‘ગત વર્લ્ડ કપમાં અમને સાનુકૂળ પરિણામ નહોતું મળ્યું, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે આટલા વર્ષોમાં ખરાબ ક્રિકેટ રમ્યા અને અમે ઓર્થોડોક્સ ક્રિકેટ રમતા હતા, હું એ વાત સાથે સહમત નથી. જો આપણે વર્લ્ડ કપમાં એક કે બે મેચ હારીએ તો તેનો અર્થ એ નથી કે અમે તકોનો લાભ લીધો નથી. રોહત શર્માએ કહ્યું, ‘જો તમે વર્લ્ડ કપ પહેલા અમારું પ્રદર્શન જુઓ તો અમે લગભગ 80 ટકા મેચો જીતી છે. જો અમે રૂઢિચુસ્ત અભિગમ અપનાવ્યો હોત તો અમે આટલી બધી મેચ કેવી રીતે જીતી શક્યા હોત. એ વાત સાચી છે કે આપણે વર્લ્ડ કપમાં હારી ગયા, મેચમાં હાર જીત ચાલ્યા કરે છે, પરંતુ તેનો મતલબ એ નથી કે અમે બરાબર રમ્યા નથી.
ખેલાડીઓને મુક્તપણે રમવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી
રોહિતે કહ્યું, ‘અમે સ્વતંત્રતા રીતે મેચ રમ્યા તેમાં કોઈ બદલાવ કર્યો નહીં, અમે પહેલાંની જેમ રમી રહ્યા હતા, પરંતુ ખેલાડીઓને સ્વતંત્રતા આપવામાં આવી હતી. સ્વતંત્રતાથી રમો અને કોઈપણ પ્રકારનું બિનજરૂરી દબાણ ન લો. જો તમે મુક્તપણે રમશો, તો તમારું સારું પ્રદર્શનમાં દેખાશે. રોહિતે કહ્યું કે ભારતીય ટીમ અને તેના પ્રશંસકોએ આવા ફેરફારો સાથે આગળ વધવું પડશે. વધુમાં તેમણે કહ્યું કે “અમે અત્યારે જે પ્રકારનું ક્રિકેટ રમી રહ્યા છીએ તેમાં નિષ્ફળ જવું શક્ય પણ છે પરંતુ તે આ પણ એક વાતે સારું છે કારણ કે અમે કંઈક નવું શીખી રહ્યા છીએ અને કંઈક અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ,”
અમારા ખેલાડીઓ ખરાબ રમતા નથી
ભારતીય કેપ્ટને કહ્યું, ‘ સ્વતંત્રત રીત રમવાથી ભૂલો થશે તેનો મતલબ એવો નથી કે ખિલાડીઓ ખરાબ રમી રહ્યા છે. તેનો અર્થ એ છે કે અમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સમયની સાથે દરેકને બદલાવું પડશે અને આપણે બદલાવ લાવી રહ્યા છીએ અને મને લાગે છે કે બહાર બેઠેલા લોકોએ પણ તેમની વિચારસરણી બદલવાની જરૂર છે. રોહિતે કહ્યું છે કે આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આગામી T20 વર્લ્ડ કપ માટેની ટીમ લગભગ નિશ્ચિત છે અને માત્ર કેટલાક સ્થળો નક્કી કરવાના બાકી છે.
“ટીમમાં કેટલીક જગ્યાઓ છે જે ભરવાની બાકી છે અને અમે જાણીએ છીએ કે તે જગ્યાઓ ભરવા માટે અમારે શું કરવાનું છે,” તેણે કહ્યું. અમે અત્યારે જે મેચો રમી રહ્યા છીએ તેમાં અમે આ બાબતો પર ધ્યાન આપી રહ્યા છીએ. અમે જે પણ શ્રેણી રમી રહ્યા છીએ તે મહત્વપૂર્ણ છે. ચોક્કસપણે વિશ્વ કપ નજીક છે, પરંતુ તમે ભારત માટે જે પણ શ્રેણી રમો છો તે મહત્વપૂર્ણ છે, અમે ઈંગ્લેન્ડમાં જે હાંસલ કર્યું તે મહત્વપૂર્ણ હતું અને અમે તેને આગળ લઈ જવા માંગીએ છીએ.