National

RJD સુપ્રીમો લાલુ યાદવની તબિયત બગડી, કિડની દાન કરનારી દીકરીએ ટ્વીટ કરી કહી આ વાત

પટના: રાષ્ટ્રીય જનતા દળના (RJD) સંરક્ષક અને બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવની (Former CM Lalu Yadav) કિડની ટ્રાન્સપ્લાન્ટ (Kidney transplant) બાદ તેમની તબિયત નાદુરસ્ત (Ill health) હોવાનું જાણવા મળ્યું છે. તેમની તબિયત અંગે કિડની દાન કરનાર લાલુ યાદવની બીજી દીકરી રોહિણી આચાર્યનું (Rohini Acharya) ટ્વીટ (Tweet) સામે આવ્યું છે. દીકરીએ રોહિણીએ ટે્વીટ કરી જાણકારી આપતા કહ્યું કે તમારા બધાના આશીર્વાદથી મને હોસ્પિટલમાંથી રજા મળી છે, અને હું ઘરે આવી છું, પરંતુ મારા પિતા હજી પણ હોસ્પિટલમાં છે. તેમની તબિયત થોડી નાદુરસ્ત રહે છે. તમારી પ્રાર્થનાની શક્તિની જરૂર છે જેથી પિતા પણ જલ્દી સ્વસ્થ થઈ જાય અને તમારા હક માટે અવાજ ઉઠાવી શકે.

થોડાસમય પહેલા સિંગાપોરમાં (Singapore) લાલુ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. જ્યાં લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ (Rohini Acharya) પોતાની કિડી તેમના પિતાને દાન આપી હતી. છેલ્લા કેટલાક સમયથી બીમાર લાલુ યાદવની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે જેનું ઓપરેશન સફળ રહ્યું હતું. લાલુ યાદવનું સિંગાપોરમાં સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન બાદ તેમને ICUમાં ખસેડવામાં આવ્યો છે. લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

ત્યાર બાદ 8 ડિસેમ્બરે રોહિણીનું ટ્વિટ સામે આવ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘મારા અને મારા પિતા માટે પ્રાર્થના કરવા બદલ હું તમારા બધાનો હૃદયથી આભાર માનું છું. મને હવે સારું લાગે છે. પપ્પા પણ ઠીક છે. તમારી પ્રાર્થના માટે કોઈ શબ્દો નથી. તમારી બધી પ્રાર્થનાઓ કામ કરી ગઈ. મારા હૃદયના ઊંડાણમાં તમારા બધા માટે મને ખૂબ જ પ્રેમ અને આદર છે. તમારી પ્રાર્થનાથી મને ઘણું બળ મળ્યું છે. આપ સૌનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી.

હું મારા પિતા માટે કંઈ પણ કરી શકું છું – રોહિણી
લાલુ યાદવ કિડની સહિત અનેક બીમારીઓથી પીડિત છે. એક અહેવાલો અનુસાર ઓક્ટોબરમાં સિંગાપુર ગયેલા લાલુ યાદવને ડોક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી હતી, ત્યારબાદ તેમની બીજા નંબરની પુત્રી રોહિણીએ તેમના પિતાને પોતાની કિડની દાન કરવા કહ્યું હતું. પુત્રી રોહિણી આચાર્યએ ટ્વિટર પર જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કિડનીની બિમારીઓ અને અન્ય બિમારીઓથી પીડિત તેના પિતાના જીવનને બચાવવા માટે તે પોતાની એક કિડની દાન કરશે.

રોહિણીએ ટ્વીટ કર્યું
“હું માનું છું કે આ માત્ર માંસનો એક નાનકડો ટુકડો છે જે હું મારા પિતાને આપવા માંગુ છું. હું પપ્પા માટે કંઈ પણ કરીશ. તમે બધા પ્રાર્થના કરો કે બધું સારું થઈ જાય અને પપ્પા ફરીથી લોકોના હક માટે અવાજ ઉઠાવે. ફરી એકવાર શુભેચ્છાઓ બદલ આપ સૌનો આભાર. આ સાથે જ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા મીસા ભારતીએ લખ્યું, “પપ્પાનું ઓપરેશન સફળ રહ્યું છે, પપ્પા હજુ પણ આઈસીયુમાં છે, હોશમાં છે અને વાત કરવામાં સક્ષમ છે. તમારી શુભેચ્છાઓ બદલ આપ સૌનો આભાર.”

રોહિણી આચાર્યના જોરદાર વખાણ થઈ રહ્યા છે
પિતા લાલુ યાદવને કિડની આપ્યા બાદ સમગ્ર દેશમાં રોહિણી આચાર્યના વખાણ થઈ રહ્યા છે. પાર્ટીના નેતાઓ અને રાજકીય પક્ષોના વિપક્ષો પણ રોહિણીના પિતા પ્રત્યેના પ્રેમ અને હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રોહિણીના વખાણ કરતા લખ્યું, “જો તમારી પાસે દીકરી છે તો રોહિણી આચાર્ય જેવી બનો. તમારા પર ગર્વ છે. તમે આવનારી પેઢીઓ માટે એક ઉદાહરણ બનશો.”

Most Popular

To Top