સુરતઃ શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની (corona third wave ) શરૂઆત થઈ ચૂકી છે. માત્ર આઠ જ દિવસમાં શહેરમાં કોરોનાના 5 હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. કોરોનાના નવા વેરિઅન્ટને (omicron vairant) કારણે સંક્રમણ ઝડપી બન્યુ હોય તેવું નિષ્ણાંતોનું માનવું છે. શહેરમાં 17મી માર્ચ 2020માં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારથી આજદિન સુધીમાં શહેરમાં કુલ 1,18,038 લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. હાલમાં સંક્રમણ વધવાનું કારણ એ પણ છે કે, કોઈ લોકડાઉન (lock down)નથી અને તમામ ધંધા-રોજગાર ચાલુ છે અને શાળાઓ પણ શરૂ કરી દેવાઈ હતી. અને લોકો કોવિડ ગાઈડલાઈનનુ (corona guideline ) પાલન પણ કરી રહ્યાં નથી જેથી પણ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. શહેરમાં છેલ્લા 7 દિવસમાં નોંધાયેલા 4078 કેસ પૈકી 18 વર્ષથી નીચેના 639 બાળકો સંક્રમિત (Infecting children) થયા છે. કુલ કેસના 15 ટકા કેસ બાળકોના છે.
7 દિવસમાં કુલ કેસના 42 ટકા કેસ નોંધાયા
હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 15 થી 18 વયના તરૂણોનું વેક્સિનેશન શરૂ કર્યુ છે. પરંતુ ઘણાનું વેક્સિનેશન બાકી હોય તેમજ 15 વયથી નીચેના બાળકોની હજી સુધી વેક્સિન ન આવી હોય તેઓ પણ ઝડપથી કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. તે ઉપરાંત શહેરમાં છેલ્લા 7 દિવસમાં સૌથી વધુ 18 થી 40 વયજૂથના લોકો સંક્રમિત થયા છે. છેલ્લા 7 દિવસમાં કુલ કેસના 42 ટકા કેસ 18 થી 40 વયજૂથના નોંધાયા છે.
પ્રથમ લહેરમાં 10 વર્ષ સુધીના 191, બીજી લહેરમાં 1018 બાળકો સંક્રમિત થયા હતાં
શહેરમાં કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ વધુ સંક્રમિત થયા હતા. પ્રથમ લહેરમાં 10 વર્ષથી નાના માત્ર 191 બાળકો જ સંક્રમિત થયા હતા. પરંતુ બીજી લહેર વખતે આ આંક વધ્યો હતો. બીજી લહેરમાં 10 વર્ષથી નાના 1018 બાળકો સંક્રમિત થયા હતા અને હવે ત્રીજી લહેરની શરૂઆતમાં જ 17 વય સુધીના 639 બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેથી બાળકોને હજી પણ ઘણી સાવચેતી રાખવાની જરૂર છે.
ઝોન વયજૂથ
0-17 18-40 41-60 60 થી ઉપર કુલ
સેન્ટ્રલ 10 78 59 20 167
વરાછા-એ 97 190 124 30 441
વરાછા-બી 27 93 60 11 191
કતારગામ 88 173 91 33 385
લિંબાયત 25 90 64 16 195
ઉધના 88 145 89 20 342
અઠવા 199 605 571 193 1568
રાંદેર 105 341 266 77 789
કુલ 639 1715 1324 400 4078