હાલનાં આ વૈજ્ઞાનિક યુગે (scientific age) આપણને ઘણી બધી એવી મશીનો સાથે આપણો પરિચય કરાવ્યો છે જેણે આપણી લાઈફસ્ટાઈલને સરળ બનીવી દીધી છે. નવી નવી તકનીકી શોધને કારણે આપણા કામ કરવાના ભારને ઓછો થઈ ગયો છે. જાપાનની કંપની કાવાસાકીએ (Japanese Company Kawasaki) વિશ્વનો સૌથી મોટો (largest) રોબોટ બકરી એટલે કે રોબોટ ગોટ (Robot Goat) બનાવ્યો છે. આ રોબોટ બકરી આકારનો છે પણ તે સામાન્ય બકરી કરતાં અલગ છે. તે ચાલી અને દોડી પણ શકે છે. આ રાઇડેબલ (Ridable) રોબોટ છે જેની ઉપર સવારી પણ કરી શકાય છે.
- રોબોટ ગોટ વિશ્વનો સોથી મોટો પહેલો રોબોટ છે
- તે ચાલવા અને દોડવાની સાથે સવારી કરવા માટે પણ ઉપયોગમાં આવશે
- તે તેના પર લગભગ એક ક્વિન્ટલ વજન સહન કરી શકે છે
વિજ્ઞાનની પ્રગતિએ આપણને એવા મશીનોથી પરિચય કરાવ્યો છે. તે મશીનો કે રોબોટ તેનામા રહેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા મનુષ્યો જે કાર્યો કરે તે તેવા કાર્યો કરે છે. આવા મનુષ્યો જેવું કાર્ય કરતાં રોબોટને હ્યુમનોઇડ રોબોટ (Humaniod Robots) કહેવાય છે. જેનો દેખાવ પણ માણસ જેવો જ હોય છે. પરંતુ હાલમાં જાપાની કંપની કાવાસાકીએ વિશ્વનો સૌથી મોટો બકરીનો રોબોટ એટલે કે રોબોટ ગોટ બનાવ્યો છે જેનું નામ બેક્સ રોબોટ ગોટ (Bex Robot Goat) છે. જે દેખાવે બકરી જેવો જ દેખાય છે. પરંતુ મજાની વાત એ છે કે તેના પર ઘોડાની જેમ સવારી કરી શકાય છે.
તમને જણાવી દઈએ કે આ રોબોટને આંતરરાષ્ટ્રીય રોબોટ પ્રદર્શન 2022માં (International Robot Exhibition 2022) રજૂ કરવામાં આવ્યો હતો. બેક્સ નામના રોબોટ ગોટની શોધે લોકોને ચોંકાવી દીધા છે. આ રોબોટ ગોટનું નામ યુરેશિયા અને આફ્રિકામાં જોવા મળતી જંગલી બકરી આઇબેક્સ પરથી રાખવામાં આવ્યું છે. આ રોબોટિક બકરી પોતાના પર લગભગ એક ક્વિન્ટલ વજન સહન કરી શકે છે. તેનો મતલબ એ છે કે તેના પર આટલા વજનનો સામાન અને માણસો બંને તેની સવારી થઈ શકે છે. તેનો ઉપરનો ભાગ મોડ્યુલર છે. તમને જણાવી દઈએ કે જંગલી બકરીઓ આઇબેક્સ પર્વતો પર ચઢવા અને ઉતરવાની તેમની ક્ષમતા માટે જાણીતી છે તે માટે તેને બેક્સ રોબો ગોટ પણ કહેવામાં આવે છે. પરંતુ આ બકરીઓ વાસ્તવિક બકરીઓ જેટલી હોંશિયાર નથી હોતી.
આ રોબોટિક બકરી ચાલવાની સાથે સાથે સપાટ સપાટી પર તેના પૈડાની મદદથી તેના ઘૂંટણ પર આવીને સારી ઝડપે દોડી પણ શકે છે. પરંતુ તે ઉબડ-ખાબડવાળી જગ્યાએ આપમેળે ચાલી શકતો નથી તેને ચલાવો પડે છે. સવારી કરવાની બાબતમાં બેક્સ ખુબ જ આરામદાયક છે. જો કે આમાં વધુ અદ્યતન ટેક્નોલોજી અને સુધારાની અપેક્ષા છે. પરંતુ આ દુનિયાનો આ પ્રકારનો પ્રથમ રોબોટ ગોટ છે. તે દુનિયાનો પહેલો રોબોટ ગોટ હોવાથી લોકો તેની ખૂબ પ્રસંશા કરી રહ્યા છે.