એક તરફ કેન્દ્ર સરકાર લોકોને ભીડથી દૂર રહેવા એડવાઇઝરી જાહેર કરે છે. બીજી તરફ ઉત્તરાખંડ સરકારે કુંભમેળામાં 60 લાખ લોકોની ભીડથી ફેલાયેલ કોરોના સંક્રમણમાંથી બોધપાઠ લઇને કવાડ યાત્રા પ્રવેશ પર રોક લગાવેલ છે. તો પણ ઉ.પ્ર. સરકાર શા કારણથી કાવડ યાત્રાને મંજૂરી આપી કોરોના સંક્રમણ વધારવાનું પગલું લીધું હશે તે સમજી શકાતુ નથી. અંતે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર તેમજ ઉ.પ્ર. સરકાર સામે લાલ આંખ કરતા, ઉ.પ્ર. સરકારે પીછેહઠ કરીને કાપડ યાત્રા અંતે મોકૂફ રાખવા નિર્ણય જાહેર કરેલ છે. કાવડ યાત્રામાં 6થી 7 કરોડ લોકો ભેગા થાય છે.
આટલી ભીડથી કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં ફેલાવાની શકયતા હતી.રસીકરણ બાબતમાં પણ સર્વોચ્ચ અદાલતે જ દરમ્યાનગીરી કરવાથી દેશના નાગરિકોને નિ:શૂલ્ક રસીકરણની સુવિધા પ્રાપ્ત થઇ રહી છે. બાકી કેન્દ્ર સરકારે તો રાજ્યોને રસીકરણ માટે ફી ઉઘરાવવાની છૂટ આપી દીધી હતી. અમદાવાદમાં ફી લઇને રસીકરણની શરૂઆત પણ થઇ ચુકી હતી. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને તેની જવાબદારીનું ભાન કરાવીને સારી લોકચાહના પ્રાપ્ત કરી છે. સર્વોચ્ચ અદાલતને ધન્યવાદ ઘટે છે.
પાલનપુર- અશ્વિનકુમાર ન.કારીઆ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.