Charchapatra

હોદ્દાને માન, બાકી રૂપાણી વળી કોણ?

સાહેબગીરી કરનાર કયારેય માનનો અધિકારી હોતો નથી. આપણા વહીવટની ઇમાનદારી વેચી નાંખનાર વહીવટી અધિકારી, ગ્રાહકના મનમાં છુપો રોલ તો હોય જ છે. સામાન્ય કામ માટે ધક્કે ચઢાવનાર અધિકારી, જયારે નિવૃત્ત થાય છે ત્યારે તેને આવો જ અનુભવ યાદ આવે છે ‘મુજ વીતી તુજ વિતશે ધીરી બાપુડિયા’.તાજેતરમાં રૂપાણી સાહેબની અણધારી વિદાય બાદ તેમને મળેલ ભેટ સોગાદની હરાજીમાં મૂળ હિંમત કરતા પણ ઓછા નાણા ઉપજયા, જો તેઓની કારકીર્દી દરમિયાન ભેટ સોગાદની હરાજી કરી હોત તો મૂળ કિંમત કરતા પણ વધારે કિંમત ઉપજતે. હોદ્દાને માન છે માણસને નહિ.
અડાજણ        મીનાક્ષી શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top