વડોદરા : સમાન વેતન અને સ્ટાઇપેન્ડ વધારા સહિતની માંગણી સાથે વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા હતા અને મેડિકલ સારવારનો બહિષ્કાર રહી હોસ્પિટલના પટાંગણમાં પ્લેકાર્ડ સાથે ઉગ્ર સુત્રોચ્ચારો પોકારી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તાજેતરમાં જ વડોદરાની ગોત્રી જીએમઇઆરએસ, ગુજરાત ઇન સર્વિસ તબીબ એસોસીએશન તથા નર્સિંગ એસોસિએશન દ્વારા તેઓની કેટલીક પડતર માંગણીઓને લઈને ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા હતા.જે આંદોલન સામે સરકારે નમતું જોખી સમાધાન કર્યું હતું. જ્યારે સમગ્ર રાજ્યભરમાં કોલેજ ઓફ એજ્યુકેશન એન્ડ સર્જન નિવાસી તબીબો દ્વારા તેઓને પણ સમાન વેતન તેમજ સ્ટાઇપેન્ડ વધારવાની તથા મેડીકલ ઓફિસરની જગ્યા પર સ્પેશિયલ ઓફિસર તરીકે નિમણૂક કરવાની માંગ કરી છે.
આ તબિબોને થઈ રહેલા અન્યાય મામલે ગુરુવારે રાજ્યભરની હોસ્પિટલોમાં ફરજ બજાવતાં 600 જેટલા સીપીએસ તબીબો સામૂહિક હડતાળ પર ઉતરી ગયા હતા.વડોદરાની સરકારી જમનાબાઈ હોસ્પિટલના ગાયનેક સીપીએસ રેસિડેન્ટ્સ ડોક્ટર નગમાં મામટીએ જણાવ્યું હતું કે અમે પણ બીજા પીજી મેડિકલ રેસિડેન્ટ તરીકે અહીંયા સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર તરીકે સેવા આપીએ છે.પરંતુ બીજા રેસિડેન્ટ કરતા અમારું પગાર ધોરણ ખૂબ જ ઓછું છે.
આ ઉપરાંત હમણાં અમે કોવિડ માં પણ સેવા આપી રહ્યા છે.જ્યારે એ લોકોના પગારમાં વધારો થયો છે.પરંતુ સીએપીએસ રેસિડેન્ટ તબીબોના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. અમે પહેલા પણ લેખિત માંગણી કરી હતી તેમ છતાં પણ અમારી માંગણીઓ નો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.નાછૂટકે અમારે હડતાલ પર ઉતરવાની ફરજ પડી છે.હજી સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે કે અમારા પગારમાં વધારો કરવામાં આવે તદુપરાંત અમારા બે વર્ષના કોર્સ પછી પણ મેડિકલ ઓફિસર તરીકે નજીકમાં ગામડાઓમાં સેવા કરવા માટે અરજી આપેલી છે.
પરંતુ અમારી ઇચ્છા એવી છે કે અમે અહીંયા જે બે વર્ષ સ્પેશ્યાલિસ્ટ તરીકે કામ કરીએ છે એવીજ રીતે આગળ પણ તેવી રીતે એજ ફિલ્ડમાં કામ કરીએ તો નાગરિકોને પણ ફાયદાકારક રહેશે. એના કારણે જ હાલમાં માતા મૃત્યુ દર અને બાળમૃત્યુદર માં ઘટાડો થયો છે.તો અમારી માંગ છે કે અમારા બોન્ડ માટે અમને પીજી મેડિકલ રેસિડેન્ટ તરીકે અમારી સ્પેશ્યલિસ્ટ વિભાગમાં અમારી નિમણુંક કરવામાં આવે તેમ જણાવ્યું હતું.