નવી દિલ્હીઃ (Delhi) નોટબંધી (Denomination) બાદ બહાર પાડવામાં આવેલી 2000 રૂપિયાની નોટને લઈને રિઝર્વ બેંકે મોટો નિર્ણય લીધો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ આપવાનું કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. જો કે રૂપિયા 2000ના મૂલ્યની બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. 30 સપ્ટેમ્બર સુધી આ નોટો પાછી આપી શકાશે.
RBIએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. જો કે રૂ. 2000 ના મૂલ્યની બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. મળતી માહિતી મુજબ RBIએ આ નિર્ણય ક્લીન નોટ પોલિસી અંતર્ગત લીધો છે. આરબીઆઈએ કહ્યું છે કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી કાયદેસર રીતે માન્ય રહેશે. રિઝર્વ બેંક 2000ની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેશે પરંતુ હાલની નોટો અમાન્ય રહેશે નહીં.
RBIએ કહ્યું છે કે હવે 2,000 રૂપિયાની કરન્સી નોટ છાપવામાં આવશે નહીં. પરંતુ જો તમારી પાસે હોય તો તમારે બેંકમાં જઈને તેને બદલાવવી પડશે. આ નોટો તમે બેંકમાં જઈને એક્સચેન્જ કરાવી શકો છો. આરબીઆઈએ શુક્રવારે એક રિલીઝમાં કહ્યું કે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે. પરંતુ તે લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. જણાવી દઈએ કે 2000 રૂપિયાની આ નોટ નવેમ્બર 2016માં રજૂ કરવામાં આવી હતી.
બે હજાર રૂપિયાની નોટ આરબીઆઈ એક્ટ 1934ની કલમ 24 (1) હેઠળ લાવવામાં આવી હતી. જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થયા બાદ ચલણની જરૂરિયાતને કારણે આ નોટો રજૂ કરવામાં આવી હતી. બીજી નોટ બજારમાં પૂરતી માત્રામાં આવ્યા બાદ 2018-19માં રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. આરબીઆઈએ કહ્યું કે 2018-19માં તેમનો ઉદ્દેશ પૂરો થયા બાદ તેનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.